રેખાને લગ્ન પહેલા સંબંધ બાંધવામાં કોઈ મુશ્કેલી નહોતી
મુંબઈ, બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી રેખાએ જ્યારે વિચારી લીધું હતું કે તે પણ જે કહેશે બિન્દાસ થઈને કહેશે. રેખા પોતાના બેફામ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હતી. જાેકે પાછળથી રેખાને આ વાતના કારણે મુશ્કેલી પણ પડી. જે વાતોની ખુદ રેખાને પણ ખબર નહોતી, તેવી અજાણી વાતો અખબાર કે મેગેઝીનમાં વાંચવા મળી હતી.
રેખાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમને ગોસિપ સમજમાં આવતી નહોતી. યાસર ઉસ્માનના પુસ્તક અનુસાર એક ઈન્ટરવ્યુ દરમિયાન રેખાએ જણાવ્યું હતું કે, ‘તમે એક માણસની નજીક બહુ જઈ શકાતું નથી. જાે તમે તેની સાથે સેક્સ ન કરો.
આ વાત બીજા કોઈને કહી, તે માત્ર એક સંયોગ છે કે હું હજી ગર્ભવતી નથી. રેખા લગ્ન પહેલા પણ સેક્સને યોગ્ય ઠેરવતી હતી. રેખાએ કહ્યું હતું કે લગ્ન પહેલા સેક્સ કરવું એકદમ સ્વાભાવિક છે અને જેઓ કહે છે કે કોઈ છોકરીએ તેના હનીમૂન પહેલાં સેક્સ ન કરવું જાેઈએ, તો પછી તેઓ બકવાસ કરે છે કારણ કે તે પોતે દંભી છે.
એટલું જ નહીં, એકવાર રેખાએ કહ્યું હતું કે તે માત્ર એક સંયોગ છે જેના કારણે હું ક્યારેય ગર્ભવતી થઈ નથી. તે જમાનામાં તેને ફ્રી લવ કહેવામાં આવતું હતું. કદાચ રેખાને તે વાતનો અંદાજાે પણ નહોતો કે આ પ્રકારના નિવેદનોથી તેમની એવી ઈમેજ બની જશે કે તેને છોડવું મુશ્કેલ થઈ જશે. ધીરે ધીરે રેખાને સમજાયું કે તેના નિવેદનોને ખોટી રીતે લેવામાં આવી રહ્યા છે.
એક ઈન્ટરવ્યુમાં રેખાએ કહ્યું- લોકો કહેતા હતા કે રેખા ખૂબ જ નિખાલસ વ્યક્તિ છે. રેખા એક પટાખા છે. પરંતુ તેનાથી મને બહુ ફરક ન પડ્યો પણ પછી મને સમજાયું, મેં જે કહ્યું તેનાથી વિપરીત, મચ્ચું-મસાલો લગાવીને આર્ટિકલ મારી સામે લખવામાં આવી રહ્યો છે. જે હું બિલકુલ નથી. વર્ષ ૭૫પ૭૬ પછી, મેં વિચાર્યું કે લોકો સાથે બિલકુલ વાત જ ન કરવી જાેઈએ.
બધું નકામું છે. કારણ કે આપણે જે બોલીએ છીએ તે લખતા જ નથી. પોતાના શોખ વિશે વાત કરતા રેખાએ જણાવ્યું હતું કે તે દરેક સુંદર વસ્તુના પ્રેમ કરે છે. ફાજલ સમયમાં ગાર્ડનિંગ કરવું, મેકઅપ કરવો, ધર સજાવવું, સૌથી વધુ ફિલ્મ બનાવવાનો શોખ છે. તે ફિલ્મ બનાવવા માંગે છે. રેખાએ એમ પણ જણાવ્યું કે લોકો તેમને ખૂબ સલાહ આપે છે. પરંતુ મને જે ગમે છે તે કરું છે. અભિપ્રાય બધાનો સાંભળું છું, પરંતુ કરું છું તેજ જે હું ઈચ્છું છું.SSS