Western Times News

Gujarati News

રેટિંગ એજન્સીના વિચારો ઉપર વધારે ધ્યાન ન આપો: રઘુરામ રાજન

નવીદિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા વધારે ધ્યાન દેવાની જરૂર નથી. આનાથી તે આર્થિક જરૂરિયાતોના હિસાબે ર્નિણય લેવામાં અસફળ થઇ શકે છે. રાજને ગ્લોબલ માર્કેટ્‌સ ફોરમમાં જણાવ્યું હતું કે, દેશી અને વિદેશી રોકાણકારોને પણ સમજાવવું જરૂરી છે કે કોરોના વાયરસ રોગચાળો પૂરો થશે ત્યારે સરકાર મધ્યમ ગાળામાં આર્થિક જવાબદારીના રસ્તે પછી આવશે. તેમણે કહ્યું કે, સરકારે આ ખાતરી આપવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.

ભારતે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માર્ચના અંતે વિશ્વનું સૌથી કડક લોકડાઉન લગાવ્યું હતું જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું. જૂનથી પ્રતિબંધોમાં ઢીલ મળ્યા બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. આના કારણે આર્થિક રિકવરી માર્યાદિત થઇ છે. રાજને જણાવ્યું કે, સરકારે, ગરીબો અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે ઘણાં રાહત કાર્યક્રમો જાહેર કર્યા છે. પરંતુ આ કાર્યક્રમોમાં વાસ્તવિક ખર્ચ જીડીપીના લગભગ ૧% બરોબર જ થઇ રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે, રેટિંગ એજન્સીઓ દ્વારા રેટિંગ ઘટાડવાના ડરથી સરકાર રાહત પર વધુ ખર્ચ નથી કરી રહી.

આરબીઆઇ માટે રઘુરામ રાજને સલાહ આપી હતી કે, રિઝર્વ બેન્કે ખાતરી કરવાના પ્રયત્નો કરવા જોઈએ કે અર્થતંત્રના તણાવગ્રસ્ત ભાગોમાં ધિરાણ પહોચે. આરબીઆઇએ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોન ફક્ત તે જ કંપનીઓ સુધી પહોંચી શકે જે બજારમાં ટકી શકે આઇએમએફના અર્થશાસ્ત્રી રાજને ૨૦૦૮ની વૈશ્વિક આર્થીક કટોકટીની આગાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.