પ્રોફેસર ડૉ. દત્તાત્રેયુડુ નોરીની અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપનાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક
પહ્મશ્રી પ્રોફેસર દત્તાત્રેયુડુ નોરી, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર – અપોલો કેન્સર સેન્ટર્સ અને મેમોરિયલ સ્લોઅન કેટેરિંગ કેન્સર સેન્ટરમાં બ્રેશીથેરપી ભૂતપૂર્વ વડા, ન્યૂયોર્ક, ભૂતપૂર્વ ચેરમેન, રેડિયેશન ઓન્કોલોજી વિભાગ, ન્યૂયોર્ક-પ્રેસ્બીટેરિયન, વેઇલ કોર્નેલ મેડિકલ સેન્ટર, ન્યૂયોર્ક, ભૂતપૂર્વ ડાયરેક્ટર કેન્સર સેન્ટર, ન્યૂયોર્ક-પ્રેસ્બીટેરિયન ક્વિન્સ, અમેરિકા છે
29 જુલાઈ, 2019, દિલ્હીઃ અપોલો હોસ્પિટલ્સે આજે અપોલો કેન્સર સેન્ટર, અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપનાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે જગપ્રસિદ્ધ રેડિયેશન ઓન્કોલોજિસ્ટિક પ્રોફેસર ડૉ. દત્તાત્રેયુડુ નોરીની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં ડૉ. નોરી દેશભરમાં અપોલો હોસ્પિટલ્સમાં વર્ષમાં 10 વાર કન્સલ્ટેશન્સ માટે ઉપલબ્ધ થશે, જેઓ ભારતમાં 4 મહિના પસાર કરશે. તેઓ આસ્ક અપોલો પ્લેટફોર્મ https://www.askapollo.com/ મારફતે આખું વર્ષ ઉપલબ્ધ થશે.
પહ્મશ્રી એવોર્ડવિજેતા ડૉ. નોરીનું સન્માન મેડિસિન અને કેન્સર કેર માટે ઇમિગ્રન્ટ્સ માટે ઘણાં પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં અમેરિકામાં ડૉ. નોરીનું વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન એમ બંનેમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સર્વોચ્ચ નાગરિક સન્માન “એલિસ આઇલેન્ડ મેડલ ઓફ ઑનર”થી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં ઇન્ડિયન કેન્સર કોંગ્રેસે તેમને સર્વોચ્ચ સન્માન “લિવિંગ લિજેન્ડ ઇન કેન્સર કેર”થી સન્માન કર્યું હતું.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપનાં ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “અપોલો હોસ્પિટલ્સ ફેમિલીમાં ‘લિવિંગ લિજેન્ડ ઇન કેન્સર કેર’ ડૉ. દત્તાત્રેયુડુ નોરીને આવકારતાં આનંદ થાય છે. કેન્સરનાં કેસોમાં વધારા સાથે પ્રોફેસર નોરી કેન્સર સામે અમારી લડાઈને મજબૂત કરવામાં મદદ કરશે. અમારાં તમામ કેન્સર કેન્દ્રોનાં દર્દીઓ હવે તેમની કુશળતાઓમાંથી લાભ લઈ શકે છે અને ભારતમાં જ કેન્સરની શ્રેષ્ઠ સારવાર મેળવી શકે છે.”
પોતાની પ્રથમ મુલાકાતો દરમિયાન ડો. નોરીએ ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હીમાં સ્થિત વર્લ્ડ ક્લાસ અપોલો પ્રોટોન કેન્સર સેન્ટર, અપોલો હોસ્પિટલ્સની મુલાકાત લીધી હતી. તેમણે ગ્લોબલ હેલ્થ સમિટમાં રજૂઆત પણ કરી હતી અને જીએપીઆઇઓ ક્લિનિકિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોંચ પર પણ એમની વાત રજૂ કરી હતી.
અપોલો હોસ્પિટલ્સમાં પોતાની નવી ભૂમિકા વિશે પ્રોફેસર દત્તાત્રેયુડુ નોરીએ કહ્યું હતું કે, “અપોલોની ટીમ સાથે કેન્સરનાં મિશન માટે જોડાણ કરવું એ એક પ્રકારનું સન્માન છે. અપોલો હોસ્પિટલ્સે પથપ્રદર્શક પહેલો સાથે ભારતમાં મેડિકલ ક્ષેત્રની કાયાપલટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અપોલો પ્રોટોન કેન્સર સેન્ટર ડૉ. પ્રતાપ રેડ્ડીની દેશમાં લેટેસ્ટ મેડિકલ ટેકનોલોજી લાવવાની કટિબદ્ધતાનું ઉદાહરણ છે. અપોલો કેન્સર સેન્ટર્સનાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે હું મારાં અનુભવનો લાભ પડકારજનક કેસોમાં આપવા આતુર છું અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપમાં મારાં સાથીદારો સાથે મારી કુશળતા વહેંચવા ઇચ્છું છું.”
અપોલો હોસ્પિટલ્સનાં એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન ડૉ. પ્રીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “કેન્સર સાથે સંલગ્ન રેડિયેશન, મેડિકલ અને સર્જિકલ ઓન્કોલોજીની વિસ્તૃત સારવાર પ્રદાન કરતાં 10 વર્લ્ડ ક્લાસ સેન્ટર્સ સાથે અપોલો હોસ્પિટલ્સ સતત સુનિશ્ચિત કરશે કે ભારતીય દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે. અમે અમારું કેન્સર નેટવર્ક વધારવાનું જાળવી રાખીશું, જેથી દર્દીઓને સારવાર મેળવવા વધારે લાંબો પ્રવાસ કરવો ન પડે. આગામી મહિનાઓમાં વધુ ત્રણ કેન્દ્રો ઉમેરાશે.”
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપનાં ગ્રૂપ મેડિકલ ડાયરેક્ટર ડૉ. અનુપમ સિબલે કહ્યું હતું કે, “સચોટ ઓન્કોલોજી, ઇમ્મ્યુનોથેરેપી, ટાર્ગેટેડ થેરેપી, ઇનોવેટિવ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સાઇટોરિડક્ટિવ થેરપી, મિનિમલી ઇન્વેસિવ સર્જરી, રોબોટિક સર્જરી, આઇજીઆરટી, આઇએમઆરટી, એસઆરટી, બ્રેશીથેરપીમાં નવી ટેકનિકો અને હવે પ્રોટોન થેરપી – કેન્સર સામે સારવારનો અવકાશ વધારે છે. અત્યારે અપોલો કેન્સર સેન્ટર્સ કેન્સરની સારવાર પ્રદાન કરવાની સારી પોઝિશનમાં છે, જે ભારતની બહાર જ ઉપલબ્ધ છે.”
ડૉ. નોરીએ અમેરિકામાં ચાર દાયકા પસાર કર્યા છે તથા કેન્સરની સારવારનાં ક્ષેત્રમાં ઘણી પથપ્રદર્શક અને ઇનોવેટિવ ડેવલપમેન્ટ સાથે કેન્સરનાં સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં થોટ લીડર ગણાય છે. તેમણે સમગ્ર ભારતમાં વંચિત સમુદાયનાં કેન્સરનાં દર્દીઓને અત્યાધુનિક ટેકનોલોજીઓનો લાભ મળે એ સુનિશ્ચિત કરવા વિશેષ રસ પણ લીધો છે.
ભારતમાં સરકાર સંચાલિત કેન્સર સારવાર કેન્દ્રો અને હોસ્પિટલો સ્થાપિત કરવામાં સંકળાયેલા હોવા ઉપરાંત તેમણે મેમોરિયલ સ્લોઅન-કેટેરિંગ કેન્સર સેન્ટર અને કોર્નેલ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ભારતીય ડૉક્ટરોને અત્યાધુનિક તાલીમ માટે વિવિધ પ્રોગ્રામ શરૂ કર્યા છે. ડૉ. નોરી યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઇએઇએ)નાં કન્સલ્ટન્ટ પણ છે, જેમણે વિકાસશીલ દેશોમાં કેન્સરની સારવાર માટે માર્ગદર્શિકા ઘડવા સલાહ આપી છે.