રેડ ક્રોસ સોસાયટી કપડવંજના સહયોગથી કઠલાલમાં રક્તદાન કેમ્પ યોજાયો

હાલની કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની સ્થિતિમાં બ્લડ ની અછત ઊભી થવા પામી છે તેવા સંજોગોમાં થેલેસેમીય સિક્સસેલ એનીમિયા અને અન્ય જરૂરિયાત મંદ દર્દીઓ માટે રેડ ક્રોસ સોસાયટી કપડવંજ શાખા ના સહયોગથી કઠલાલ ની અંબિકાનગર સોસાયટી ના રહીશો ધ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કેમ્પમાં અંબિકાનગર સોસાયટી ના રહીશો ધ્વારા ૨૮ યુનિટ બ્લડ સ્વૈચ્છિક રક્તદાતા ઓ ધ્વારા મળેલ છે તેમજ કપડવંજની બ્લડ બેંકના ટેકનિશિયન રાહુલ પરમારે જણાવ્યું હતું સોસાયટીના અગ્રણી જીગ્નેશ ભાઈ શાહ હિતેશભાઈ પટેલ તેમજ અન્ય યુવા મિત્રોએ રક્તદાન કેમ્પ ને સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે સફળ બનાવ્યો હતો. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)