રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સમગ્ર ગુજરાતમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીમાં જનતાને રક્ષણ આપવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા- બ્રાન્ચ નડિયાદના સહયોગથી મહેમદાવાદ શહેરમાં સ્ટેશન રોડ ખાતે સવારે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.સંસ્થાના ચેરમેન વિપુલ કે ઠક્કર ,સેક્રેટરી મનીષ એ પારેખ,
ઉપપ્રમુખ કલ્પેશ શાહ, કારોબારી સભ્ય મનીષ ગાંધી,કેતુલ પટેલ નિમેષભાઈ જોશી, રાકેશભાઈ શાહ, મેહુલભાઈ દાબેલીવાલા ભાજપ શહેર સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં છાશ વિતરણ કેન્દ્ર શુભારંભ કરાયો હતો.
આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ સંસ્થા દ્વારા ચાલુ રાખવામાં આવશે હાલના સમયમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે જાહેર જનતાને અને વિશેષ કરીને બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ ગરમી દરમિયાન શું કરવું જોઈએ ?અને શું ના કરવું જોઈએ? તેની માહિતી અને ગરમી-લું થી બચવા જાગૃતિ માટેના સૂચનાત્મક હેન્ડબિલનું નું વિતરણ મહેમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.