રેડ ઝોન વેસુ વિસ્તારમાં ૧૩૬ નાના બાળકોને એકત્ર કરી કાર્યકમનું આયોજન
સુરત, સુરતમાં સતત કોરોના વાઇરસનું સંર્ક્મણ વધી રહ્યું છે ત્યારે આ સર્ક્મણ અટકાવવા તંત્ર કમર કસીને કામે લાગી છે. ત્યારે રાજકીય આગેવાનો ક્યાંક માસ્ક પહેર્યા વગર તો ક્યાંક રેડ ઝોનમાં બાળકો એકત્ર કરી તાયફા કરી બાળકો અને લોકોમાં સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
જાેકે આ રાજકીય આગેવાન અને તેમાં શહેરના પ્રથમ નાગરિક પણ છે ત્યારે તેમના વીડિયો ફોટા વાઇરલ થતા અનેક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં તંત્ર લોકોને માસ્ક પહેરવાની સૂચના આપે છે. દરમિયાનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના પુત્ર જીગ્નેશ પાટિલના ગઈકાલે માસ્ક વગર જાહેર કાર્યક્રમોના ફોટા વાઇરલ થયા હતા.
જાેકે અહીંયાંથી ન અટકી શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા આ વિસ્તારને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા બાદ પણ પ્રદેશ પ્રમુખના પુત્ર જીગ્નેશ પાટીલ સાથે નવનુક્ત કોર્પોરેટ કૌલાસ બેન સોલંકી દ્વારા ગતરોજ વેસુ વિસ્તારમાં ૧૩૬ નાના નાના બાળકોને એકત્ર કરી એક કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
સુરતમાં સતત કોરોના સર્ક્મણ વધી રહ્યું છે તેવામાં પહેલાં કરતા વધુ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા સતત કોરોના ટેસ્ટિગ સાથે સંક્રમણના ઘટાડવા માટે અનેક પ્રકારની કામગીરી કરી રહ્યું છે.