રેતીમાં માંથુ નાખવું સકારાત્મક નહી,છેતરપિંડી છેઃ રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોરોના મહામારી દરમિયાન સકારાત્મક સમાચાર ચલાવવાની કવાયત માટે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જાેરદાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રેતીમાં માથું મૂકવું સકારાત્મક નથી પરંતુ દેશને છેતરવું છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું છે કે સકારાત્મક વિચારસરણીની ખોટી આશા આરોગ્ય કર્મચારીઓ સાથે મજાક છે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર વરસાવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં ૩,૪૮,૪૨૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૪૨૦૫ લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર વિશે પણ કોરોના વાયરસ સામે લડવાની વ્યવસ્થા અંગે સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. બુધવારે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આ સમાચારોને લઇને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું,
જેમાં કહ્યું હતું કે મોદી સરકાર સકારાત્મક વાતો કરવા પર જાેર આપશે. આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ બુધવારે પોતાના ટ્વીટમાં એક સમાચારોનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ સમાચાર મુજબ, કેન્દ્ર સરકાર હવે કોરોના વાયરસ વિશે સકારાત્મક બાબતો પર ભાર મૂકશે, અને દૈનિક બુલેટિનમાં કોરોનાનાં પોઝિટિવ કેસોને બદલે નેગેટિવની સંખ્યા બતાવશે. આ સમાચાર પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ટિ્વટ કર્યું કે, “સકારાત્મક વિચારસરણીની ખોટી આશા એ આરોગ્ય કર્મચારીઓ અને તેમના પ્રિયજનો ગુમાવનારા અને ઓક્સિજન-હોસ્પિટલ-દવાની તંગીનો સામનો કરી રહેલા પરિવારો સાથે મજાક છે.” માથાને રેતીમાં મૂકવું સકારાત્મક નથી, દેશવાસીઓની સાથે છેતરપિંડી છે.’
તમને જણાવી દઇએ કે આ સમયે કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો હોવા છતાં, ચેપના દૈનિક કેસો હજી ૩ લાખથી ઉપર છે. કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજન કટોકટી પણ હાજર છે. નિષ્ણાતો કહે છે કે ૧૫ મે પછી કોરોના વાયરસની સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે.