રેનોએ ટ્રાઈબર AMT માટે બુકિંગ્સ શરૂ કર્યા કિંમત શરૂ થાય છે INR 6.18 લાખ થી
ભારતમાં ટ્રાઈબરની સફળતા પર નિર્માણ કરવા માટે એકધારી કેન્દ્રિતતા
ભારતના અવ્વલ નંબરની યુરોપિયન બ્રાન્ડ રેનોએ ટ્રાઈબર ઈઝી-આર એએમટી માટે બુકિંગ્સ શરૂ કર્યા છે. રેનો ટ્રાઈબર ઈઝી-આર એએમટી ત્રણ ટ્રિમ્સ- આરએક્સએલ, આરએક્સટી અને આરએક્સઝેડમાં ઉક્ત સંબંધિત મેન્યુઅલ વર્ઝન્સમાં INR 40,000 ના ભાવ તફાવત સાથે મળશે, જેની આરંભિક કિંમત INR 6.18 લાખ હશે. ટ્રાઈબર ઈઝી-આર એટીએમ ભારતીય બજાર માટે ખાસ તૈયાર કરવામાં આવી છે અને બી- સેગમેન્ટ કાર જોતા ગ્રાહકો માટે બેજોડ મૂલ્ય પરિમાણ ઓફર કરે છે. રેનો ટ્રાઈબર 4 મીટરથી પણ ઓછામાં ઘણા બધા આધુનિક અને વ્યવહારુ ફીચર્સથી સમૃદ્ધ આકર્ષક ઈન્ટીરિયર્સ સાથેનું અત્યંત મોકળાશભર્યું, અલ્ટ્રા- મોડ્યુલર અને ઈંધણ કાર્યક્ષમ વાહન છે.
રેનો ટ્રાઈબર ઈઝી આર એએમટી માય રેનો એપ પર https://renault.co.in ખાતે ઓનલાઈન અથવા રેનો અધિકૃત ડીલરશિપ ખાતે બુક કરી શકાશે. કંપનીએ આજથી બુકિંગ્સ શરૂ કર્યા છે અને ડિલિવરી આગામી સપ્તાહથી શરૂ કરાશે. ગ્રાહકો આજથી આરંભ કરતાં ડીલરશિપ ખાતે ઈઝી-આર એએમટી ડ્રાઈવ કરવાનો અનુભવ લઈ શકે છે.
ટ્રાઈબરના એએમટી વર્ઝન સાથે અમે ટ્રાઈબરની ખૂબીઓ- લવચીકતા, આકર્ષક અને એફોર્ડેબલને વધુ બહેતર બનાવી છે. ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકની અગ્રતાઓને ધ્યાનમાં લેતાં એએમટી ટેકનોલોજી સેગમેન્ટ્સમાં લોકપ્રિય પસંદગી બની રહી છે અને રેનો ટ્રાઈબર ઈઝી- ર એએમટી સાથે અમારા પોર્ટફોલિયો પર નિર્માણ કરવામાં અમને ખુશી થાય છે. ગ્રાહકો પાસેથી અદભુત પ્રતિસાદ જોવાનું અત્યંત પ્રોત્સાહનજનક છે અને આજે અમે રેનો ટ્રાઈબર ઈઝી-આર એએમટીના લોન્ચ સાથે ટ્રાઈબરના પ્રવાસમાં વધુ એક પગલું આગળ મૂક્યું છે, એમ રેનો ઈન્ડિયા ઓપરેશન્સના કન્ટ્રી મેનેજર અને મેનેજિંગ ડાયરેક્ટર વેન્કટરામ મામિલાપલ્લેએ જણાવ્યું હતું.
ટ્રાઈબર ઈઝી- આર એએમટી સર્વ ટ્રિમ્સમાં સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટ તરીકે 25થી વધુ મુખ્ય ફીચર્સ સાથે આરએક્સએલ, આરએક્સટી, આરએક્સઝેડમાં મળશે. તે 30થી વધુ કક્ષામાં અવ્વલ ફીચર્સ સાથે આવે છે, જેમાં ઈઝીફિક્સ સીટ્સ, એસયુવી સ્કિડ પ્લેટ્સ, એલઈડી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 2જી અને 3જી હરોળમાં વેન્ટ્સ સાથે ટ્વિન એસી, સ્ટાઈલ્ડ ફ્લેક્સ વ્હીલ્સ, 182 મીમીનું હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 20.32 સેમી (8 ઈંચ) ટચસ્ક્રીન મિડિયાએનએવી ઈવોલ્યુશન સિસ્ટમનો સમાવેશ થાય છે.
ઈનોવેશન ભારતમાં રેનોની વેપાર વ્યૂહરચનાનો મુખ્ય પાયો છે. ભારતની વાહન બજારમાં નવા અને વૃદ્ધિ પામતા સેગમેન્ટ્સને પહોંચી વળવા માટે સ્પષ્ટ પ્રોડક્ટ વ્યૂહરચનામાં તે પ્રદર્શિત થાય છે. રેનો ટ્રાઈબર સાથે અમે ભારતીય વાહન ઉદ્યોગમાં પારંપરિક વિચારની વ્યાખ્યા કરતી કાર રજૂ કરવાની અમારી કટિબદ્ધતા હતા. રેનો ટ્રાઈબરે સેગમેન્ટ્સમાં વિશાળ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખતાં સ્પેસ અને મોડ્યુલેરિટીની દષ્ટિએ નિયમો બદલી નાખ્યા છે, એમ મામિલાપલ્લેએ જણાવ્યું હતું.
રેનો ટ્રાઈબર ઈઝી-આર એએમટી એનર્જી એન્જિન- 1.0 લિટર પેટ્રોલ એન્જિન દ્વારા ફિટ છે, જે મેઈનટેનન્સના ઓછા કુલ ખર્ચ સાથે પરફોર્મન્સ અને ઈંધણ કાર્યક્ષમતા વચ્ચે ઉત્તમ સંતુલન જાળવે છે.