રેપના આરોપીને જાહેરમાં ફટકારાયા 146 કોરડા
નવી દિલ્હી, ભારતમાં રેપના કાયદા કડક કરવાની વાતો વચ્ચે કેટલાક દેશ એવા છે જે બળાત્કારીઓને આકરામાં આકરી સજા કરે છે. જેમ કે ઈન્ડોનેશિયામાં એક બાળક સાથે રેપ કરવાના આરોપીને 146 કોરડા ફટકારવામાં આવ્યા હતા.આરોપી કોરડા ખાઈને બેહોશ થઈ ગયા પછી પણ સજાનો અમલ ચાલુ રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં મુસ્લિમ બહુમતી ધરાવતા અસેહ નામના રાજ્યમાં ઈસ્લામિક કાયદા તોડવા પર ભારે આકરી સજા થતી હોય છે.અહીંયા કેન્દ્રની મંજૂરી સાથે આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા છે.જેની પાછળનો ઈરાદો બીજા લોકોના મનમાં ડર પેસાડવાનો હોય છે.જેથી તે આ પ્રકારનો અપરાધ કરતા બે વખત વિચાર કરે.
અહીંયા સજા પણ સાર્વજનિક રીતે જાહેરમાં જ અપાય છે.જેને જોવા માટે લોકો ઉમટતી પડતા હોય છે.19 વર્ષના યુવાન પર એક બાળક સાથે રેપ કરવાનો આરોપ લાગ્યો હતો.એ બાદ તેને જાહેરમાં જ કોરડા ફટકારવાની સજા અપાઈ હતી.દરમિયાન આ યુવક બેહોશ થથઈ ગયો હતો.એ પછી ડોક્ટરોએ તેની સારવાર કરી હતી અને તેની સજા ફરી શરુ કરાઈ હતી.
અહીંયા અપાતી આ પ્રકારની સજાને મોટાભાગના લોકોનુ સમર્થન છે.આ સિવાય જુગાર રમવા પર કે દારુ પીવા પર પણ આકરી સજા કરવામાં આવે છે.