રેપના આરોપીને પરીણિતાના હાથના ટેટૂના આધારે જામીન
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એક મહિલા સાથે દુષ્કર્મના આરોપીને માત્ર આ આધારે જામીન આપી દીધા કારણ કે તેનું નામ મહિલાના હાથ પર કોતરાવેલું હતું. હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે, બીજી તરફથી પ્રતિરોધ થવા પર આ પ્રકારનું ટૈટૂ બનાવવું સરળ નથી. જ્યારે કોર્ટમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રેપના આરોપીએ જબરજસ્તી પોતાનું નામ તેના હાથમાં કોતરાવી દીધું.
હાઈકોર્ટે તેના પર કહ્યું કે, ટૈટૂ બનાવવાનું કામ સરળ નથી. જસ્ટીસ રજનીશ ભટનાગરે ચૂકાદામાં કહ્યું કે, મારી દ્રષ્ટિએ ટૈટૂ બનાવવી એક કળા છે અને તેના માટે ખાસ મશીનની જરૂર હોય છે. આ ઉપરાંત આ પ્રકારનું ટૈટૂ બનાવવું સરળ નથી હોતું, જે ફરિયાદીના હાથ પર છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે, આ બધાનું કામ નથી અને આરોપી પક્ષનું પણ નથી. અરજીકર્તાનો ટૈટૂના બિઝનેસ સાથે કોઈ દેવા-લેવા છે કે નહીં.
મહિલાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેને ધમકી આપીને અને બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. મહિલાએ કહ્યું, શારીરિક સંબંધ ૨૦૧૬થી ૨૦૧૯ સુધી ચાલુ રહ્યા. આરોપીએ કહ્યું કે, ફરિયાદી જે પરિણીત છે, તેને પ્રેમ કરતી હોવાનો દાવો કરતી હતી અને તે એક રિલેશનમાં હતા. તેણે કહ્યું કે, એફઆઈઆર ત્યારે જ નોંધાવવામાં આવી જ્યારે તે સંબંધોને પુરુષ સાથે ચાલુ રાખવામાં નિષ્ફળ થઈ.
પોતાનો પક્ષ રાખતા આરોપી યુવકે કોર્ટમાં મહિલાના હાથ પરના ટૈટૂની તસવીર બતાવી અને કહ્યું કે, તેની સાથે સેલ્ફી ક્લિક કરી, ઘણી ઈવેન્ટ્સમાં પણ સાથે રહી. અમારી મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. મેં તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.