રેપો રેટ ૪% પર બરકરાર, ૯.૫ ટકા GDP ગ્રોથનું અનુમાન

Files Photo
ગવર્નર દાસે કહ્યું કે આર્થિક સુધાર માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા અને જ્યાં સુધી જરૂરી હોય, ત્યાં સુધી જ રાખવામાં આવશે
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના આઉટકમ આવી ગયા છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસએ મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ ૪ ટકા પર અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર બરકરાર રાખવામાં આવ્યા છે. ગવર્નર દાસે કહ્યું કે આર્થિક સુધાર માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા અને જ્યાં સુધી જરૂરી હોય, ત્યાં સુધી આ જ રાખવામાં આવશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને લઈ કેટલાક સેક્ટરોને આશાનું કિરણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, તેમણે જણાવ્યું કે સામાન્ય ચોમાસાનું અનુમાન, કૃષિ ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી શકે છે.
જીડીપી ગ્રોથના અનુમાનને લઈ શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાસ્તવિક અનુમાન ૯.૫ ટકા રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિના અનુમાનને ૧૦.૫ ટકાથી ઘટાડીને ૯.૫ ટકા કરી દીધું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સીપીઇઆઇ ઇન્ફેલશનનું અનુમાન ૫.૧ ટકા કરવામાં આવ્યું છે. આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, કોરોનાની બીજી લહેરને કારણે અનેક પ્રતિબંધ લાગુ છે.
પરંતુ પહેલી લહેરની તુલનામાં આ વખતે આર્થિક ગતિવિધિઓ એટલી પ્રભાવિત નથી થઈ. લોકો અને બિઝનેસ મહામારીમાં કામ કરવાની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવનારા મહિનાઓમાં વેક્સીનેશનની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે, જેના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી જાેવા મળશે. શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે, રિઝર્વ બેંક ૧૭ જૂને ૪૦ હજાર કરોડ રૂપિયાની સરકારી સિક્યુરિટીઝની ખરીદી કરશે. બીજા ક્વાર્ટરમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની સિક્યુરિટીઝ ખરીદવામાં આવશે.