Western Times News

Gujarati News

રેપ આરોપઃ ચિન્મયાનંદની અંતે ધરપકડઃ વિગતો ખુલશે

એસઆઇટી દ્વારા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ધરપકડ કરીઃ ચિન્મયાનંદના કાર્યકરો ધરપકડથી નારાજ

શાહજહાપુર, યૌન ઉત્પપીડનના આરોપી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન તેમજ ભાજપના નેતા ચિન્મયાનંદ સ્વામીની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. તેમની ધરપકડ કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી. તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. પિડિતા તરફથી વિડિયો જારી કરવામાં આવ્યા બાદથી તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એસઆઇટી દ્વારા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ધરપકડ કરી લેવામાં આવી છે. બુધવારના દિવસે ચિન્મયાનંદની તબિયત ખરાબ થઇ ગયા બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા પર પોતાની જ કોલેજની એક વિદ્યાર્થીનિ દ્વારા રેપ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. લો સ્ટુડન્ટ સાથે રેપનો આરોપ થયા બાદ ચિન્મયાનંદની મુશ્કેલી વધી રહી હતી. પિડિતા તરફથી આ સંબંધમાં કેટલાક વિડિયો જારી કરવામાં આવ્યા હતા. સાથે સાથે ચિન્મયાનંદ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમને બ્લેકમેઇલિંગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ તરફથી કેટલાક અહેવાલ પણ જારી કરવામાં આવ્યા છે.

આજે હોસ્પિટલ તરફથી ચિન્મયાનંદને કેજીએમયુ લખનૌમાં ખસેડી દેવામાં આવ્યા છે. જા કે ચિન્મયાનંદે કહ્યુ છે કે તેઓ આર્યુવેદિક સારવાર કરાવવા માટે ઇચ્છુક હતા. ત્યારબાદ તેમને મુમુક્ષુ આશ્રમ ખાતે લઇ જવામાં આવ્યા હતા. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એસઆઇટી દ્વારા ચિન્મયાનંદ સ્વામીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં કોલેજની વિદ્યાર્થીની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ સમગ્ર ઉત્તરપ્રદેશની રાજનીતિમાં રાજકીય ગરમી વધી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.