Western Times News

Gujarati News

રેમડિસિવિરની ખેપ લઈને આવી રહેલું પ્લેન લપસ્યું

ગ્વાલિયર: ગ્વાલિયર એરપોર્ટ પર ગુરૂવારની મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં મહારાજપુરા એરબેઝ પર એક પ્લેન રન વે પર લપસી ગયું. આ પ્લેન રેમડિસિવિર ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહ્યું હતું. આ ઘટનામાં બે પાઇલટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. ગ્વાલિયર એરપોર્ટ પર મોડી રાત્રે અફરાતફરી મચી ગઈ હતી. અહીં રેમડિસિવિર ઇન્જેક્શન લઈને આવી રહેલું પ્લેન રન વે પર લપસી ગયું. આ પ્લેન ઈન્દોરથી ઈન્જેક્શનની ખેપ લઈને આવ્યું હતું. દુર્ઘટનામાં બે પાઇલટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. પ્લેનને પાયલટ એસ.એમ. અખ્તર અને શિવશંકર જયસ્વાલ ચલાવી રહ્યા હતા.

બંનેને ઈજાઓ થઈ છે. પ્લેનમાં ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહેલા નાયબ તહસીલદાર દિલીપ પણ સવાર હતા. આ દુર્ઘટનામા; તેઓ પણ ઘાયલ થયા. પોલીસ પ્રશાસને ત્રણ ઘાયલોને જયારોગ્ય હૉસ્પિટલ ખસેડ્યા. કેપ્ટન મજીદ અખ્તરના પગના અંગુઠામાં ઈજા થઈ છે. કો-પાઇલટ શિવશંકરના જડબામાં ફ્રેક્ચર થયું છે અને નાયબ તહસીલદાર દિલીપને પણ ઈજા થઈ છે. ગ્વાલિયર કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. સમાચાર મળતાં જ જીડ્ઢસ્ અનિલ બનવરિયા પણ હૉસ્પિટલ પહોંચી ગયા. રેમડિસિવિર ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહેલું

આ પ્લેન મધ્ય પ્રદેશ સરકારનું છે. ગ્વાલિયરમાં બે મહિના પહેલા ૧૭ માર્ચે એક પ્લેન દુર્ઘટના થઈ હતી. મહારાજપુરા એરબેઝ પર એરફોર્સનું મિગ ૨૧ બાયસન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ આશીષ ગુપ્તા શહીદ થયા હતા. ફાઇટર પ્લેન મિગ પોતાની પ્રશિક્ષણ ઉડાણ પર હતું.

રિફ્યૂલિંગ બાદ જેવું પ્લેન ટેક-ઓફ થયું તે અચાનક ક્રેશ થઈ ગયું. એરબેઝથી ટેક-ઓફ કરતાં જ પ્લેનમાં સ્પાર્ક થયો અને જાેતજાેતામાં તેમાં ભીષણ આગ પકડી લીધી. પાઇલટે પ્લેનની દિશા બદલી જેથી હેન્ગર પર ઊભેલા પ્લેનોને બચાવી શકાય. આ દરમિયાન મિગ પ્લેન થાંભલા સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.