Western Times News

Gujarati News

રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો : કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના દર્દીઓ અને તેમના સગા ભારે હાલાકીનો સામનો કઈ રહ્યા છે. કયાંક ટેસ્ટીંગ માટે લાઈનો લાગી છે. તો ક્યાક હોસ્પીટલની બહાર દર્દીઓ અને એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. તો ક્યાંક દર્દીના સગા કોરોનાની દવા અને ઇન્જેક્શન માટે બજારમાં ફાંફા મારી રહ્યા છે. તો મૃતકના સગા મૃતદેહ સાથે સ્મશાનમાં લાઈનો લગાવી રહ્યા છે. આવી ભયાવહ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની જનતા જીવી રહી છે.

કોરોના માટે અકસીર એવા રેમાંડીસીવર અને ટોસિલાઝુમેબના ઇન્જેક્શન માટે પણ દર્દીઓના સગા ફાંફા મારી રહ્યા છે.ત્યારે પાંચ હજારનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો તે અનેક સવાલ ઉભા કરે છે.

આ અંગે વિપક્ષ કોંગ્રેસે ભાજપને આડે લીધી છે. અને કહ્યું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા મેડીકલ નિયમો મુજબ મેળવ્યો ને કયા સોર્સથી મેળવ્યો એની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જાેઈએ.

સેવા માત્ર સુરતમાં જ કેમ ? શું પાટીલજી માત્ર સુરતના જ પ્રમુખ છે ??? પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાતના ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડીસીવર મફત વહેચવા જાેઈએ જેવા પ્રશ્નો કોંગ્રેસે ઉઠાવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને હડીયાપટી કરતા લોકોને રેમડીસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખુટી પડ્યો છે . રીપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા ” સોર્સ “થી લાવ્યા આ અતિ ગંભીર સવાલ છે .

રસીકરણની વેક્સીન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજાે ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડીકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સીસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર સુરતમા જ કેમ ? શું પાટીલજી માત્ર સુરતના જ પ્રમુખ છે ??? પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડીસીવર મફત વહેચવા જાેઈએ. વળી છ ઈન્જેકશન એક દર્દી એ જરૂરી છે ત્યારે દર્દી દીઠ એક ઈન્જેક્શન વહેચી જાણે થોડાક શ્વાસ ઉધાર આપવાની ર્નિદયતા છલકાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.