રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત હવે ઘટાડી દેવાઈ

મહામારીમાં સ્થિતિ, સરકારની અપીલને કારણે ૭ દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત ઘટાડવાની જાહેરાત કરી
નવી દિલ્લી, કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને સરકારની અપીલને કારણે ૭ દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત ઓછી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે રેમડેસિવિરનું ઉત્પાદન ૧૫ દિવસોમાં બમણું કરવાના પણ નિર્દેશ આપ્યાં છે. અંદાજે ૩ લાખ કરતા વધારે દવાની શીશીઓ પ્રતિદિન બનાવવાની યોજના છે. જેથી વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી આ દવા પહોંચી શકે.
કૈમિકલ્સ એન્ટ ફર્ટિલાઈઝર્સ સ્ટેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ કહ્યુંકે, રેમડેસિવિરનું ઉત્પાદન વધારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેની કિંમત પણ ઓછી કરવાનો પ્રયાસ કરાયો છે. હાલમાં રોજની દોઢ લાખ દવાની શીશીઓનું ઉત્પાદન થાય છે. સરકારે આ ઉત્પાદન વધારીને રોજનું ૩ લાખ સુધી કરવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુંકે, એંટીવાયરલ દવાઓના ઉત્પાદન માટે ૨૦ નવા પ્લાંટ્સ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. દવા કંપનીઓએ આ દવાની રિલેટ પ્રાઈઝમાં પણ ઘટાડો કર્યો છે. રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધતા સરકારે તેનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ કર્યો છે. સાથો-સાથ ૭ દવા કંપનીઓએ આ ઈન્જેક્શનની કિંમતમાં ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છેકે, સરકારે ગત સપ્તાહે આ કંપનીઓ સાથે બેઠક કરીને તેની કિંમતમાં ઘટાડો કરવા અપીલ કરી હતી.
કોરોનાની બીજી લહેરમાં વાયરસનો સ્ટ્રેઈન બદલાયો છે. અને હવે કોરોના વાયરસ પહેલાં કરતા વધુ ઘાતક બની ગયો છે. આ સ્થિતિમાં મોટાભાગના દર્દીને તેના સંક્રમણની સાથો જ શ્વાસ લેવાની તકલીફ ઉભી થાય છે. એવામાં તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ પણ ઘટી જાય છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શન કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ થાય છે.