Western Times News

Gujarati News

રેમડેસીવીરની રમતઃ ખાનગી હોસ્પિટલો પાસેથી રૂા.૧ર.૯૫ કરોડ લેવાના બાકી

Files Photo

મ્યુનિ. કોર્પો.એ સપ્લાય કરેલ ઈન્જેકશનની સંખ્યા, કિંમત અને કુલ બીલની રકમમાં ભારે વિસંગતતા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કોરોના મહામારીના પ્રથમ અને બીજા તબક્કામાં “રેમડેસીવીર” ઈન્જેકશન દર્દીઓ માટે જીવાદોરી સાબિત થયા હતા. ખાસ કરીને કોરોનાના બીજા વેવ દરમ્યાન રેમડેસીવીરનો મહતમ ઉપયોગ થયો છે.

કોરોનાના દર્દીઓને સમયસર ઈન્જેકશન મળી રહે તે આશયથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પીટલોને રેમડેસીવીર ઈન્ઝેકશન સપ્લાય કરવામાં આવ્યા હતા. એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશને ૪૦૦ કરતા વધુ ખાનગી કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પીટલોને પડતર કિંમતથી ઈન્જેકશન સપ્લાય કર્યા હતા

જેના બાકી પેમેન્ટ અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ અને ઝોનલ ડે. હેલ્થ ઓફીસરો વચ્ચે તાલમેલનો અભાવ હોવાથી સપ્લાય કરવામાં આવેલા ઈન્જેકશનની સંખ્યા, કિંમત અને બીલની રકમ અંગે પણ ઘણી વિસંગતતા જાેવા મળી હતી. રાજય સરકારના પરિપત્ર બાદ આ વિસંગતતા દુર થઈ છે.

કોરોના મહામારી દરમ્યાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૬૬૪ર૬ રેમડેસીવીર ઈન્જેકશન એસ.વી.પી., મ્યુનિ. હોસ્પીટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવ્યા હતા જે પૈકી ખાનગી હોસ્પિટલોમાં ૧,૪૯,૬૬૪ રેમડેસીવીર સપ્લાય થયા છે. જયારે બાકી ૧૬૭૬ર ઈન્જેકશન એસ.વી.પી., એલ.જી., શારદાબેન, વી.એસ. તેમજ ખાનગી દર્દીઓને આપવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને રૂા.૧૭૪૭૬૦ર૧૯ની રકમના ઈન્જેકશન આપવામાં આવ્યા છે. મનપા દ્વારા સપ્લાય કરવામાં આવેલા ઈન્જેકશનની રકમમાં ભારે વિસંગતતા જાેવા મળી છે. સુત્રોએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ દ્વારા જે તે ઝોનના ડે. હેલ્થ ઓફીસરોને રેમડેસીવીરની તમામ વિગતો મોકલવામાં આવી હતી તથા

તેના આધારે બીલ તૈયાર કરી હોસ્પિટલોને મોકલી આપવા ચર્ચા કરી હતી તે સમયે ઈન્જેકશનની અલગ-અલગ કિંમત મુજબ ગણત્રી કરીને બીલ બનાવવાના બદલે કોઈ એક એવરેજ રકમ કે સૌથી ઉંચા ભાવ ને ધ્યાનમાં લઈને બીલ બનાવવામાં આવ્યા હતા જેની સામે હોસ્પીટલો સંચાલકોએ વિરોધ નોધાવ્યો હતો.

ત્યારબાદ રાજય સરકારે પરિપત્ર કરી “પડતર” કિંમત મુજબ ગણત્રીના આદેશ કર્યા હતા પરંતુ હજી સુધી પરિપત્ર મુજબ પડતર કિંમતથી ગણત્રી કરવામાં આવી નથી. જાણકારોનું માનીએ તો પડતર કિંમત મુજબ બીલ બનાવવામાં આવશે ત્યારે કુલ બીલ રકમમાં રૂા.ત્રણથી ચાર કરોડનો ઘટાડો થઈ શકે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને અલગ-અલગ પડતર કિંમતના રેમડેસીવીર સપ્લાય કરવામાં આવ્યા છે જેના બીલ ખાનગી હોસ્પીટલોને મોકલી આપવામાં આવ્યા છે પરંતુ હોસ્પીટલો દ્વારા હજી અંદાજે રૂા.૧ર.પ૦ કરોડના પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી જેના માટે ખાનગી હોસ્પિટલો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓના બીલની માંગણી કરી રહી છે. તદ્‌પરાંત રેમડેસીવીર બીલની રકમમાં ફેર ગણતરી કરવા માટે પણ રજુઆત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.