રેમન્ડની નવી એડવર્ટાઇઝમેન્ટ લગ્નમાં નવાં પ્રેમીયુગલો પર પ્રકાશ ફેંકે છે
- નવી એડવર્ટાઇઝમેન્ટ ‘થિંક વેડિંગ્સ, થિંક રેમન્ડ’ લગ્ન દરમિયાન યુવાનોની સૌથી આનંદદાયક ક્ષણોને વ્યક્ત કરે છે
- જ્યારે કહેવાય છે કે, યુગલો સ્વર્ગમાં બને છે, ત્યારે લગ્નો સંભવિત જીવનસાથીને મળવાની તક પૂરી પાડે છે
મુંબઈ, લગ્નની સિઝન શરૂ થવાની સાથે રેમન્ડે એની લેટેસ્ટ જાહેરાત “થિંક વેડિંગ્સ, થિંક રેમન્ડ” પ્રસ્તુત કરી છે. આ સેગમેન્ટમાં માર્કેટ લીડર તરીકે રેમન્ડ વરરાજા તેમજ એના મિત્રો અને પરિવારજનો માટે એનું ઉત્કૃષ્ટ વેડિંગ કલેક્શન દર્શાવવા ઇચ્છે છે, કારણ કે જ્યારે લગ્નની વાત આવે છે,
ત્યારે દરેક સુંદર, આકર્ષક અને શ્રેષ્ઠ દેખાવ મેળવવા પ્રયાસ કરે છે. યુવાન પુરુષો અને મહિલાઓ લગ્નમાં તેમના ભવિષ્યના સાથીદાર શોધવાની આશામાં પણ ઉત્કૃષ્ટ વસ્ત્રો ધારણ કરવાનું પસંદ કરે છે. ધામધૂમપૂર્વક લગ્નની સિઝન ફરી શરૂ હોવાથી ઘણા યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે અને આ એડવર્ટાઇઝમેન્ટ ઉચિત સમયે પ્રસ્તુત થઈ છે. અત્યારે ઘણા ભારતીયો મોટી ખરીદી કરવા ખર્ચ કરવા આતુર છે.
આ એડવર્ટાઇઝમેન્ટમાં લગ્નની પૃષ્ઠભૂમિમાં મિત્રો વચ્ચે નાની-નાની મજાકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મોટા ભાગના લગ્નની જેમ આ વિચિત્ર ક્ષણ ઊડીને આંખે વળગે છે – તમામ લોકો લગ્નને માણે છે. જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દર્શકોનું ધ્યાન ખેંચતી ફિલ્મમાં લગ્ન કરવા આતુર વરરાજા અને નવવધૂને તેમના જીવનના યાદગાર દિવસે મજાક કરતાં દર્શાવવામાં આવ્યાં છે!
આ જાહેરાત વિશે રેમન્ડ લિમિટેડના લાઇફસ્ટાઇલ બિઝનેસનાં ચીફ માર્કેટિંગ ઓફિસર હિમાંશુ ખન્નાએ કહ્યું હતું કે, “ભારતમાં કોઈ પણ દંપતિના જીવનમાં લગ્નનો દિવસ સૌથી યાદગાર દિવસ હોય છે એ આપણે બધા જાણીએ છીએ. એક પ્રસંગ તરીકે લગ્નોમાં યાદગાર ક્ષણો જોડાયેલી હોય છે,
જેમાં યુવાન હૃદયો તેમના સાથીદારો સાથે યાદગાર દિવસ બનાવવાનું સ્વપ્ન સેવે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ‘થિંક વેડિંગ્સ, થિંગ રેમન્ડ’ અભિયાન રેમન્ડની વેડિંગ ઓફરને એક જાજરમાન પૃષ્ઠભૂમિમાં દર્શાવે છે, જેની સાથે યુવાન ભારતીયો સરળતાથી પોતાને જોડી શકે છે.”
ગ્રે ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ક્રિએટિવ ડાયરેક્ટર વિવેક ભમ્ભાનીએ કહ્યું હતું કે, “શરૂઆતમાં અમને રેમન્ડની વેડિંગ વેરની સંપૂર્ણ રેન્જ દર્શાવવાનું કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે યુવા પેઢી માટે બ્રાન્ડની પ્રસ્તુત રજૂ કરવાની હતી. અમારું માનવું છે કે, આ બંને બાબતોને એકસાથે રજૂ કરવાની શ્રેષ્ઠ રીત ગાઢ મિત્રો વચ્ચે જીવંત મૈત્રીને રજૂ કરવી.
એકવાર અમે મનમાં આ માળખું બનાવ્યાં પછી લગ્ન વિશેની એક વાસ્તવિકને વ્યક્ત કરવાનો નિર્ણય લીધો – લગ્નમાં દરેક યુવાન અને યુવતી એમને મનપસંદ પ્રેમી શોધવાની તક ઝડપે છે. એને કેન્દ્રમાં રાખીને અમે આ હૃદયસ્પર્ધી છતાં મનોરંજક સ્ટોરી રજૂ કરી છે.”
થિંક વેડિંગ્સ, થિંક રેમન્ડ વરરાજાની સાથે પરિવારના તમામ પુરુષો માટે છે, જેઓ વિશિષ્ટ બનાવટ અને અલગ ફેબ્રિક સાથે બનાવેલા વસ્ત્રો સાથે સુંદર લૂક મેળવવા ઇચ્છે છે. રેમન્ડ ડિઝાઇન સ્ટુડિયોની આ બારીક ભરતકામ અને કારીગરી ધરાવતી નવીન કલર પેલેટ તથા ઓફબીટ પેટર્ન્સનો સમન્વય તમને લગ્નના વિવિધ પ્રસંગોમાં ટોળામાં બધા વચ્ચે સૌથી અલગ લૂક આપશે.
View this post on Instagram
એડવર્ટાઇઝમેન્ટ ક્રેડિટ:
ક્લાયન્ટ | રેમન્ડ લિમિટેડ |
એજન્સી | ગ્રે ઇન્ડિયા |
ચીફ ક્રિએટિવ ઓફિસર | સાંદીપન ભટ્ટાચાર્ય |
ચીફ ઓપરેટિંગ ઓફિસર | કેતન દેસાઈ |
એક્ઝિક્યુટિવ ક્રિએટર ડાયરેક્ટર | વિવેક ભમ્ભાની |
ક્રિએટિવ ટીમ | પિયૂષ જૈન, મેહુલ પ્રજાપતિ |
સર્વિસિંગ | આનંદ આશર, યશ જૈન |
પ્રોડક્શન હાઉસ | ક્રેઝીફ્યુ ફિલ્મ્સ |