રેમો ડિસૂઝાએ ગોવામાં પત્ની સાથે વેડિંગ એનિવર્સરી ઉજવી
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા હાલ તેની પત્ની લિઝેલ ડિસૂઝા અને બંને બાળકો સાથે ગોવામાં છે. જ્યાં રેમો અને લિઝેલે તેમની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ તેમના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સેલિબ્રેશનના કેટલાક વીડિયો શેર કર્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
રેમો ડિસૂઝાએ શેર કરેલા પહેલા વીડિયોમાં તેને પત્ની તેમજ એક દીકરા સાથે સોફા પર બેઠેલો જાેઈ શકાય છે, તેનો બીજાે દીકરો તેમના માટે કેક લઈને આવે છે, આ સાથે તેણે લખ્યું છે ‘અને રાતની શરૂઆત થઈ’. બીજા વીડિયોમાં લિઝેલ આઈ પિકરથી કેક કટ કરતી જાેવા મળી રહી છે.
આ સાથે રેમોએ તેની પત્નીને ‘જુગાડુ’ ગણાવી છે. ત્રીજા વીડિયોમાં રેમો અને લિઝેલ એકબીજાને કેક ખવડાવે છે અને બાદમાં તેઓ દીકરાને કેકનો ટુકડો આપે છે. છેલ્લા વીડિયોમાં લખ્યું છે ‘હવે અમે રોક એન્ડ રોલ શરૂ કર્યું’. કેક કટિંગ દરમિયાન રેડ કલરનો શોર્ડ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે સુંદર લાગી રહી હતી જ્યારે રેમોએ ટી-શર્ટ અને બોક્સર પહેર્યું હતું.
રેમો ડિસૂઝાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેને પત્ની લિઝેલ સાથે સ્વિમિંગ પૂલમાં ચિલ કરતો જાેઈ શકાય છે. વેડિંગ એનિવર્સરી પર રેમો ડિસૂઝાએ પત્ની સાથેની તસવીર શેર કરી હતી, જે રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ના સેટ પરથી લેવામાં આવી હતી.
આ સાથે તેણે લખ્યું હતું ‘આટલા વર્ષો સુધી મારી પીઠનું બળ રહી છે. લિઝેલ ડિસૂઝાએ પણ ઈન્સ્ટાગ્રામ પર રેમો સાથેની ઘણી થ્રોબેક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘જ્યાં સુધી હું તને મળી નહોતી ત્યાં સુધી ખુશી વિશે ક્યારેય જાણતી નહોતી.
મેં વિચાર્યું નહોતું કે સપના સાચા પડે છે. હું પ્રેમમાં ખરેખર વિશ્વાસ નહોતી કરતી. હું ખૂબ જ કૃતજ્ઞ છું કે તું મારો પતિ છે, આઈ લવ યુ. હું તારી સૌથી મોટી ફેન છું. મારા જીવનના પ્રેમને, મારી લાઈફ લાઈનને એનિવર્સરીની શુભેચ્છા’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રેમો ડિસૂઝા હાલ ડાન્સ પ્લસ ૬ જજ કરી રહ્યો છે અને લિઝેલ પણ સેટ પર તેને કંપની આપતી રહે છે.SSS