રેમો ડિસૂઝાની પત્નીએ ૨ વર્ષમાં ૪૦ કિલો વજન ઉતાર્યું
મુંબઈ, રેમોનો તેની પત્નીની ઉપલબ્ધિ પર ગર્વ છે. તેણે તેની તસવીર શેર કરતાં તેનાં વજન ઘટાડવાની સફર અંગે જણાવ્યું છે અને વખાણ કર્યા છે. રેમોની પત્ની લીઝેલે બે વર્ષમાં ૪૦ કિલો જેટલું વજન ઉતારી દીધુ છે. રેમોએ ૧૯ સ્પટેમ્બરની એક પોસ્ટ લખવામાં આવી છે.
અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પણ સૌથી મોટી લડાઇ પોતાની જાત સાથે લડવી પડે છે.અને મે લિઝેલને આ લડાઇ લડતા જાેઇ છે. અને અશક્ય લાગતા આ લક્ષ્યને હાંસેલ કરતાં જાેઇ છે.
રેમો વધુમાં લખે છે કે, ‘હું હમેશાં કહેતો હતો કે, આ જે આપનું મગજ છે તેને આપે મજબૂત બનાવવાનું છે અને લિઝ તે આ કરી દેખાડ્યું છે. મને તારા પર ગર્વ છે. આપ મારાથી વધુ મજબૂત છો. આપ મને પ્રેરિત કરો છો, તને પ્રેમ. લિઝેલે રેમોને જવાબ આપતાં કહ્યું છે કે, ઓહ, આઇ લવ યૂ બેબી. આ બાદ, તેમણે ઘણી હાર્ટ ઇમોજી શેર કરી છે.
વરૂણ ધવન પહેલો સેલિબ્રિટી છે જેણે રેમોની પોસ્ટ પર કમેન્ટ કરી છે. તે લખે છે કે, વાહ લિઝ એક્ટર જય ભાનુશાળી, આમિર અલી અને સાકિબ સલીમ સમેત ઘણાં સ્ટાર્સને લિઝેલને તેનાં અચીવમેન્ટ પર વધામણી આપી છે. લિઝેલે પણ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોટોઝ અને કોલાજ શેર કરી છે. અને લખ્યું છે કે, આઇ લવ યૂ. તુ સાચો છે. આ બધુ જ આપનાં મગજમાં હોય છે. અને તારા વગર આ સંભવ ન હતું.
લિઝેલે પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આપની ટ્રેનરનો આભાર માન્યો. તે તેની વેટ લોસની જર્નીથી નેટિઝને પ્રેરિત કરી રહી છે. અને જણાવી રહી છે કે, જાે આપ કંઇક નક્કી કરી લો છો તો, કંઇપણ અશક્ય નથી.SSS