રેમો ડિસૂઝા હાર્ટ એટેક બાદ નોર્મલ લાઈફમાં પાછો ફર્યો
મુંબઈ: જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મ મેકર રેમો ડિસૂઝા ડિસેમ્બરમાં આવેલા હાર્ટ એટેક બાદ પહેલીવાર નોર્મલ લાઈફમાં પાછા ફરતો જાેવા મળ્યો. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘરની બહાર જાેવા મળ્યો હતો. રેમોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના માટે પ્રાર્થના કરનારા ફેન્સનો આભાર વ્યક્ત કરતા દેખાય છે. સોશિયલ મીડિયા પર રેમોનો એક વીડિયો સામે આવ્યો છે
જેમાં તે પોતાની પત્ની સાથે એક ગાડીમાંથી ઉતરીને પોતાના મિત્ર આમિર અલીની ગાડીમાં જઈને બેસતા દેખાય છે. આ દરમિયાન રેમોએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનારા ફેન્સનો દિલથી આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન આમિરે રેમોને સુપરમેન કહ્યો. આ પહેલા રેમોએ હોસ્પિટલથી નીકળ્યા બાદ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જિમમાં એક્સરસાઈઝ કરતા દેખાઈ રહ્યો હતો.
જાેકે આ વીડિયો જાેઈને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે કે નહીં તે સ્પષ્ટ નહોતું કહી શકાતું. નોંધનીય છે કે રેમોને ડિસેમ્બરમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તે સમયે તે જિમમાં હતો. તે જ જિમમાં તેની પત્ની પણ સાથે હતી અને છાતીમાં અચાનક વધારે દુઃખાવો થતા તે પતિને લઈને હોસ્પિટલ પહોંચી હતી.
જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. આ બાદ રેમોનું ઓપરેશન કરીને હૃદયમાં સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ હોવાના કારણે તે પુનિટ પાઠકના લગ્નમાં પણ હાજરી આપી શક્યો નહોતો. આ દરમિયાન ધર્મેશ યેલાંડે, નોરા ફતેહી સહીતના ઘણા સેલેબ્સ રેમોના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.