રેમો હોસ્પિટલમાં હતો ત્યારે સલમાન ખાને સપોર્ટ આપ્યો
ડિસેમ્બર મહિનાની શરુઆતમાં હાર્ટ એટેક આવવાના કારણે કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તે એક અઠવાડિયા પહેલા ઘરે પાછી આવી ગયો છે અને તેની સ્થિતિ સારી છે. રેમો ડિસૂઝાની પત્નીએ હવે સોશિયલ મીડિયા પર પતિને ગળે લગાડતી એક સુંદર તસવીર શેર કરી છે અને આ સાથે લાંબી નોટ પણ લખી છે. જેમાં તેણે કપરા સમયમાં સાથે રહેવા બદલ કેટલીક ખાસ વ્યક્તિઓનો આભાર માન્યો છે.
લિઝેલે લખ્યું છે કે, મારી બેસ્ટ ક્રિસમસ ગિફ્ટ. આ ક્ષણને હું હંમેશા સંભાળીને રાખીશ. ખૂબ જ ખરાબ ઈમોશનલ ઉતાર-ચડાવના એક અઠવાડિયા બાદ તને હગ કરી રહી છું. મને ખબર છે કે તારા માટે હું સુપરવુમન છું. પરંતુ અચાનક લાગ્યું કે હું એક નાના ખોવાઈ ગયેલ બાળક જેવી છું. હું માત્ર એક જ વસ્તુ જાણતી હતી અને તારા વચન પર વિશ્વાસ હતો કે તું એક યોદ્ધાની જેમ બહાર આવીશ. હું કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનો આભાર માનવા માગુ છું.
ડો. સુનીલ વાણીનો આભાર. ઉલ્લેખનીય છે કે, રેમો જ્યારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યો ત્યારે પરિવારના સભ્યોએ શાનદાર રીતે તેનું સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો તેણે ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોની સાથે તેણે લખ્યું હતું કે, ‘પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદ માટે આપ સૌનો આભાર. હું પાછો આવી ગયો છું. ઘરમાં સ્વાગત કરવા માટે આભાર અને આભાર મિત્રો’.