Western Times News

Gujarati News

રેમ્ડેસિવિરની કાળા બજારીમાં સુરતનાં બે ડૉકટરો ઝડપાયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)અમદાવાદ, સોલા પોલીસે રેમ્ડેસિવિર ઇન્જેક્શનોનાં મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને અગાઉ પકડાયેલાં આરોપીને પૂછપરછ કરતાં સુરતનાં બે ડૉક્ટરનાં નામ બહાર આવ્યા હતા ! અને તેમને બંનેને ઝડપી લેવાયા છે. જ્યારે આ જ મામલે આનંદનગરમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં કામ કરતી એક નર્સને પણ ઝડપી લેવામાં આવી છે.

સોલા પોલીસે રેમ્ડેસિવિરનાં કાળા બજાર કરવાનાં મામલે એક શખ્શ જય શાહને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ઇન્જેકશનો જપ્ત કર્યા હતા. આ અંગે તેની અઘન પુછપરછ હાથ ધરતાં સુરતનાં હિરાબાગમાં આવેલી આનંદનગર સોસાયટીમાં રહેતા અને એસએમસી હોસ્પીટલમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતાં

ડૉ. મિલન રમેશભાઈ સુતરીયાનું તથા સુરતનાં પુના ગામમાં આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં જીઆઈપીસી સેલ કંપની ખાતે ડૉકટર તરીકે પ્રેકટીસ કરતાં ડૉ કિર્તી રતિભાઈ દવેનું નામ સામે આવતાં જ સોલા પોલીસે ટીમો બનાવીને બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બંનેની અટકાયત બાદ પૂછપરછમાં ડૉ.કિર્તી દવે એ જામનગરથી ઇન્જેકશન ૮૫૦૦ રૂપિયામાં ખરીદીને ડૉ. મિલનને ૯૫૦૦ રૂપિયામાં વેચ્યા હતા. જ્યારે ડૉ. મિલને જયને ૧૨ હજાર રૂપિયા વેચ્યા હતા. પોલીસે જામનગરમાં ઇન્જેકશન વેચતાં શખ્શને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ જયની પૂછપરછમાં જુહાપુરામાં રહેતી અને તપન હોસ્પિટલ આનંદનગર ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી રૂહી અનવરઅલી પઠાણનું નામ સામે આવતાં તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જયે કુલ ૧૦ ઇન્જેકશન હાલ સુધીમાં ૩૩૦૦ રૂપિયાના ભાવથી રૂહી પાસેથી ખરીદ્યા હતા. સોલા પોલીસ રેમ્ડેસિવિરની કાળા બજારીનાં મુળ સુધી પહોચ્વા કમર કસી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.