Western Times News

Gujarati News

રેરાએ ગોયલ એન્ડ કંપની ડેવલપર્સને 3.5 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ, ગોયલ એન્ડ કંપની ડેવલપર્સ દ્વારા તેના પ્રોજેકટ કોમર્સ હાઉસ સીકસનું રેરા રજીસ્ટ્રેશન કરાવ્યા વગર જ જાહેરાત કરતા, રેરાએ ગોયલ એન્ડ કંપની ડેવલપર્સને સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. રેરાએ તેના હુકમમાં નોધ્યું છે કે, રેરા કાયદાની કલમ-ર ડીમાં એલોટી શબ્દમાં ‘લીઝહોલ્ડ’માં સમાવેશ થાય ેછ.

જે મુજબ તમામ રીયલ એસ્ટેટ પ્રોજેકટ પછી ભલે તે ફ્રી-હોલ્ડ અથવા લીઝહોલ્ડ તરીકે વેચવામાં આવે તે રેરા કાયદા હેઠળ આવરી લીધેલ ેછ. ઉકત વ્યાખ્યા મુજબ, જે બાકાત રાખવું તે ભાડું છે અને લીઝહોલ્ડ નથી. રેરા કાયદાની કલમ-ર ડી ધ્યાને લેતા જે પ્રોજેકટમાં યુનીટસ લીઝ ઉપર આપવાના હોય તે પ્રોજેકટસનું રેરા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે.

આ કેસમાં ડેવલપર્સે પ્રોજેકટના યુનીટસ કરાવવું જરૂરી બને છે. આ કેસમાં ડેવલપર્સે પ્રોજેકટનું રેરા રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રોજેકટની જાહેરાત કરી છે. આ જે રેરાના કાયદાની કલમ-૩ નો ભંગ થયેલ જણાય છે. આ ઉપરાંત, જાહેરાતમાં રેરા રજીસ્ટ્રેશન નંબર અને વેબસાઈટ પણ દર્શાવેલી નથી.

ડેવલપરે કરેલી ભુલ રેરાના ધ્યાન પર આવતા સુઓમોટો લઈને ડેવલપરને નોટીસ પાઠવેલી છે. આ પછી ડેવલપરના મેનેજર રેરા સમક્ષ હાજર થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.