રેલવેએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર એકપણ ટ્રેન મોડી નહી, 100% ટ્રેનો ચાલી સમયસર
નવી દિલ્હી, ભારતમાં ટ્રેન મોડી પડી હોય તેવું ઘણીવાર સાંભળવા મળ્યું છે પરંતુ લોકડાઉન બાદ ભારતીય રેલવેએ પોતાની નવી છબી રજુ કરતા ઈતિહાસ રચ્યો છે. 1લી જુલાઈએ ચાલેલી 201 ટ્રેનો મોડું કર્યા વિના પોતાના સમયઅનુસાર નિર્ધારિત સ્ટેશન પર પહોંચી. રેલવે તરફથી એક નિવેદન આવ્યું છે.
રેલવેના નિવેદન અનુસાર ભારતીય રેલવે ઈતિહાસમાં પહેલીવાક એવું થયું છે જ્યારે તમામ 100% ટ્રેનો પોતાના નિર્ધારિત સમય પર ચાલવા અને ગંતવ્ય સ્ટેશન પહોંચાડવામાં સફળ રહી છે. 1લી જુલાઈના રોજ ચાલેલી 201 ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનો મોડી નથી પડી. રેલવે તરફથી જાહેર નિવેદન પ્રમાણે આ પહેલા 23 જુને 99.54% ટ્રેનો પોતાના સમય પર ચાલી ત્યારે માત્ર એક ટ્રેન મોડી પડી હતી.
ભારતીય રેલવેએ 1લી જુલાઈના રોજ 201 ટ્રેનોનું સંચાલન કર્યું અને આ દરેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય પર ચાલી અને ગંતવ્ય સ્ટેશન પહોંચી. આ રીતે ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેન ટાઈમ પર શરૂ થવા અને પહોંચવાના કિસ્સામાં 100% સફળતા મેળવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈતિહાસમાં પહેલીવાર થયું છે કે એક પણ ટ્રેન મોડી પડી ના હોય.