રેલવેના સર્કુલરથી સંકેત મળ્યા- ઓગસ્ટ સુધી સામાન્ય ટ્રેનો નહીં દોડે
નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે રેલવેની સુવિધાઓ સામાન્ય ક્યારે થશે? કોવિડ-૧૯ના કારણે લગભગ ત્રણ મહિનાથી ઠપ પડેલી ટ્રેનોનું સંચાલન હાલ સામાન્ય થવાની શક્યા નહીંવત છે, કારણ કે ભારતીય રેલવેએ ૧૪ એપ્રિલ કે તે પહેલા બુક કરવામાં આવેલી તમામ નિયમિત ટાઇમ ટેબલવાળી ટ્રેનોની રેલ ટિકિટોને કેન્સલ કરી દીધી છે. મુસાફરોને પૂરેપૂરું રિફન્ડ આપવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય પેસેન્જર ટ્રેનો શરૂ થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.
એક રિપોર્ટ મુજબ, રેલવે મંત્રાલયે તમામ ઝોનને એક સર્કુલર જાહેર કરી ૧૪ એપ્રિલે કે તે પહેલા બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને રદ કરવા અને ટિકિટોનું પૂરેપૂરું રિફન્ડ જનરેટ કરવાના નિર્ણયની જાણકારી આપી. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ થવામાં વધુ સમય લાગશે. આઇઆરસીટીસી આઇઆરસીટીસી મુજબ, ભારતીય રેલવે દ્વારા સિસ્ટમમાં ટ્રેનને રદ કર્યા બાદ ઓટોમેટિક ફુલ રિફન્ડ શરૂ કરવામાં આવશે.
આ દરમિયાન, ભારતીય રેલવે તાત્કાલિક મુસાફરી માટે પોતાની ૨૩૦ આઇઆરસીટીસી સ્પેશલ ટ્રેનોને નિયત રૂટ પર દોડાવવાનું ચાલુ રાખશે. કોરોના વાયરસ કે કોવિડ-૧૯ના પ્રસારને ધ્યાને લઈ ભારતીય રેલવેએ ૧૫ એપ્રિલથી નિયમિત ટ્રેન સેવાઓ માટે એડવાન્સ રિઝર્વેશનને સસ્પેન્ડ કરી દીધું હતું. રાષ્ટ્રવ્યાપી લાકડાઉન શરૂ થતાં ૨૫ માર્ચથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની તમામ નિયમિત ટ્રેન સેવાઓને રદ કરી દેવામાં આવી છે.
જોકે, ૧૨ મેના રોજ લાકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે રેલવેએ આઇઆરસીટીસી સ્પેશલ ટ્રેન સર્વિસ શરૂ કરી. શરૂઆતમાં ૈંઆઇઆરસીટીસીની વિશેષ ટ્રેનોમાં ૩૦ રાજધાની-સ્ટાઇલની એસી ટ્રેનો સામેલ હતી. ત્યારબાદ, ૧ જૂનથી ઓન એસી સ્લીપર ટ્રેન સેવાઓની સાથોસાથ ૨૦૦ અન્ય આઇઆરસીટીસી વિશેષ ટ્રેનોનો શુભારંભ કરવામાં આવ્યો હતો