રેલવેની ફરી મોટી જાહેરાતઃ 30 સપ્ટેમ્બર સુધી બધી ટ્રેનો રદ કરાઇ
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી પ્રવાસી ટ્રેનો રદ કરી દીધી. મંગળવારે રેલવે મંત્રાલયે કહ્યું કે, દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, તેને જોતાં 30 સપ્ટેમ્બર સુધી તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. જો કે પહેલાં જે સ્પેશિયલ ટ્રેનો શરુ કરાઇ હતી, તે ફેરફાર સાથે 30 સપ્ટેમ્બર સુધી ચાલતી રહેશે ભારતીય રેલવેઅએ લોકડાઉનથી શરુ થયેલી સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે.
કેટલીક ટ્રેનો દરરોજને બદલે સપ્તાહમાં એક જ વાર દોડશે. લોકડાઉનથી રેલવે 230 સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યું છે. તેમાં 120 દિવસ પહેલાંની બુકિંગ સુવિધા સાથે રેલવેએ યાત્રા અંગે માર્ગદર્શિકા પણ જારી કરી છે. અગાઉ 8 રાજધાની સ્પેશિયવ ટ્રેનોના ટાઇમ ટેબલ બદલાયા હતા. ભારતીય રેલવેઅએ લોકડાઉનથી શરુ થયેલી સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે. કેટલીક ટ્રેનો દરરોજને બદલે સપ્તાહમાં એક જ વાર દોડશે. લોકડાઉનથી રેલવે 230 સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યું છે. તેમાં 120 દિવસ પહેલાંની બુકિંગ સુવિધા સાથે રેલવેએ યાત્રા અંગે માર્ગદર્શિકા પણ જારી કરી છે. અગાઉ 8 રાજધાની સ્પેશિયવ ટ્રેનોના ટાઇમ ટેબલ બદલાયા હતા.