રેલવેની બીજી તેજસ એક્સપ્રેસનું મુખ્યમંત્રી દ્વારા શુભારંભ
ભારતની બીજી લાંબા સમયથી રાહ જોવાતી સેમી હાઈ સ્પીડ તથા સંપૂર્ણ એસી તેજસ એક્સપ્રેસ 17 જાન્યુઆરી, 2020ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ માટે પહેલી વખત રવાના થશે. અમદાવાદમાં આયોજીત એક સમારંભમાં આ ટ્રેનને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરાઈ હતી. માનનીય કૃષિ, ગ્રામ વિકાસ તથા પરિવહન (ગુજરાત) મંત્રી શ્રી આર.સી. ફળદુ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ તથા મુંબઈ સેન્ટ્રલ વચ્ચે નવી તેજસ એક્સ્પ્રેસને ચલાવવા માટે મંજુરી આપવામાં આવી છે. તથા આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ (ગુરૂવાર સિવાય) ચાલશે.
આ ટ્રેનનું ઉદ્ઘાટન શુક્રવાર 17 જાન્યુઆરી, 2020ના રોજ તથા નિયમિત સર્વિસ 19 જાન્યુઆરી 2020થી શરૂ થશે. શુક્રવાર 17 જાન્યુઆરી, 2020ના રોજ તેનું ઉદ્ઘાટન સેવા તરીકે ટ્રેન નં. 09426 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 10.30 કલાકે ઉપડીને તે જ દિવસે 16.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ રીતે પરત આવતા ટ્રેન નં. 09425 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ શુક્રવાર 17 જાન્યુઆરી 2020ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 17.15 કલાકે ઉપડીને તે જ દિવસે 23.30 કલાકે અમદાવાદ પહોંચશે.
19 જાન્યુઆરી 2020થી તેની નિયમિત સેવા તરીકે ટ્રેન નં. 82902/82901 તેજસ એક્સ્પ્રેસ અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે (ગુરૂવાર સિવાય) સપ્તાહમાં 6 દિવસ ચાલશે. નિયમિત સેવા તરીકે ટ્રેન નં. 82902 તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 6.40 કલાકે ઉપડીને તે જ દિવસે 13.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ રીતે પરત આવતા ટ્રેન નં. 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15.40 કલાકે ઉપડીને તે જ દિવસે 21.55 કલાકે અમદાવાદ પહોંચશે. પ્રવાસ દરમિયાન આ ટ્રેન બંન્ને દિશાઓમાં નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો ખાતે રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, એક્ઝીક્યુટીવ ક્લાસ તથા એસી કાર કોચ રહેશે.
આ ટ્રેનમાં ઓન બોર્ડ સર્વિસ સ્ટાફ દ્વારા પ્રવાસીઓને જમવાનું આપવામાં આવશે. ટ્રેનમાં ચા અને કોફીની વેંડીંગ મશીનો પણ રહેશે. પ્રવાસીઓ દ્વારા કરાયેલ માંગણી મુજબ આરઓ મશીનો અંતર્ગત પીવાનું પાણી આપવામાં આવશે. આ ટ્રેન પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુખ સુવિધા આપશે. સંપર્ણ એસી આ આધુનિક ઈન્ટીરીયર વાળી ટ્રેનમાં સ્લાઈડીંગ ડૉર, પર્સનલાઝ્ડ રીડીંગ લાઈટ, મોબાઈ ચાર્જીગ પોઈન્ટ, એટેન્ડ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટીક એન્ટ્રી તથઆ એક્ઝીટ ડોર, સીસીટીવી કેમેરા, રી ક્લાયનીંગ સુવિધા, આરામદાયક સીટો વગેરે અનેક આધુનિક વિશિષ્ટતાઓથી સમાવિષ્ટ છે.