રેલવેની રેસ્ટોરન્ટ ઓન વ્હીલને ભારે સફળતા મળી

મુંબઈ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર થોડાક મહિના પહેલા રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને જબરદસ્ત સફળતા મળી છે. હવે મધ્ય રેલ્વે વધુ માત્રામાં નોન ફેયર રેવન્યૂ જનરેટ કરવા માટે મુંબઈ ડિવિઝનના ૫ સ્ટેશન સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૧ સ્ટેશન પર આ પ્રકારની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
CSMT સ્ટેશન બાદ LTT, કલ્યાણ, ઈગતપુરી, લોનાવાલા અને નેરૂલમાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવશે. જે માટે મધ્ય રેલ્વે તરફથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.
મુંબઈની સાથે સાથે મહારાષ્ટ્રના નાગપુર, આકુર્લી સહિત ૬ સ્ટેશન પર આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવશે. નાગપુરમાં ટ્રેન કોચ પણ પ્લેસ કરવામાં આવ્યો છે અને તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મધ્ય રેલ્વેના CPRO શિવાજી સતારે જણાવ્યું કે, CSMTમાં શરૂ કરવામાં આવેલ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સને શાનદાર સફળતા મળી છે.
મધ્ય રેલ્વે તરફથી મુંબઈ ડિવીઝનના ૫ અને મહારાષ્ટ્રમાં ૧૧ સ્ટેશન પર રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મધ્ય રેલ્વે તરફથી મળેલ જાણકારી અનુસાર CSMT સ્ટેશન પર ખરાબ પડેલ કોચને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરીને રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી હતી.
વિકેન્ડમાં અંદાજે ૪૦૦ ગ્રાહકો અને વિકેન્ડ બાદ સામાન્ય દિવસોમાં ૨૫૦ થી ૩૦૦ ગ્રાહકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે. રેસ્ટોરન્ટમાં આવનાર ગ્રાહકોને વિવિધ પ્રકારના જ્યૂસ અને નોનવેજ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સના મેનૂમાં અનેક પ્રકારના મેનૂ રાખવામાં આવ્યા છે.
રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ સરકારની કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરી રહી છે. આ રેસ્ટોરન્ટમાં તમામ વસ્તુઓનો ખૂબ જ ઓછો ભાવ રાખવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટનું મેનૂ મોબાઈલ ફૂડ એપ પર પણ રાખવામાં આવ્યું છે, જેથી લોકોને તેની સુવિધા મળી શકે છે.
ઓનલાઈન ઓર્ડર કરીને પણ તેનો સ્વાદ મેળવી શકાય છે. આ રેસ્ટોરન્ટને ફ્રી વે આપવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં ૨૪ કલાક સર્વિસ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સમાં કોન્ટિનેન્ટલ, ઉત્તર અને દક્ષિણ ભારતીય, પંજાબી, ગુજરાતી તથા અન્ય વ્યંજન પણ ઉપલબ્ધ રહેશે.SSS