રેલવેની ૨૦ જોડી ક્લોન ટ્રેન માટે રિઝર્વેશન શરૂ કરાઈ
નવી દિલ્હી: તાજેતરમાં જ રેલવે મંત્રાલય તરફથી ૨૧ સપ્ટેમ્બરથી ૨૦ જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્લોન ટ્રેનો માટે રિઝર્વેશન ૧૯ સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આ ક્લોન ટ્રેન સંપૂર્ણ આરક્ષિત હશે તેમજ પહેલાથી નિર્ધારિત સમય પર જ દોડશે. આ ટ્રેનની ઝડપ મુખ્ય ટ્રેનથી વધારે હશે.
આ સાથે જ આ ટ્રેન મુખ્ય ટ્રેનો કરતા બહુ ઓછા સ્ટેશન પર ઊભી રહેશે. જેનાથી બંને ટ્રેન પોતાના નિર્ધારિત સ્ટેશન પર લગભગ એક જ સમયે પહોંચી જશે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે ૧૯ જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનને હમસફર રેક્સનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે. જ્યારે એક જોડી લખનઉ દિલ્હી ક્લોન સ્પેશિયલ ટ્રેનને જનશતાબ્દી એક્સપ્રેસની જેમ ચલાવવામાં આવશે. હમસફર રેકનું ભાડું હમસફર ટ્રેન જેટલું જ હશે.
જ્યારે જનશતાબ્દી રેકનું ભાડું જનશતાબ્દી એક્સપ્રેસ જેટલું હશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ક્લોન સ્પેશિયલ ટ્રેન પહેલા ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોથી વધારાની હશે. રેલ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા સમયપત્રક પ્રમાણે, બિહારના પાંચ સ્ટેશન પરથી ક્લોન ટ્રેન ચાલશે.
જ્યારે ત્રણ ટ્રેન પંજાબના અમૃતસરથી ચાલશે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી શરૂ થઈને દિલ્હી આવતી ક્લોન ટ્રેન ફક્ત બે સ્ટેશન લખનઉ ને મુરાદાબાદમાં રોકાશે. ક્લોન ટ્રેન ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો વચ્ચે દોડાવવામાં આવશે.
રેલવેએ ક્લોન ટ્રેનનો પ્લાન એવા સ્ટેશન માટે બનાવ્યો છે જ્યાં વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબુ છે. આ પ્લાન અંતર્ગત એવા વ્યસ્ત રૂટ પર દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળશે. આ માટે જ ક્લોન ટ્રેન ચલાવવામાં આવી રહી છે. સરળ ભાષામાં કહીએ તો મુખ્ય ટ્રેન રવાના થયા બાદ એ જ રૂટ પર બીજી ટ્રેન એ જ પ્લેટફોર્મ પરથી રવાના થશે, આ ટ્રેન વેઇટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓ માટે દોડાવવામં આવશે. જેનાથી વેઇટિંગ ટિકિટવાળા લોકો લગભગ એટલા જ સમયમાં ગંતવ્ય સ્ટેશન સુધી પહોંચી શકશે.
રેલ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ક્લોન ટ્રેન માટે બુકિંગ પ્રક્રિયા આજથી એટલે કે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મુસાફરીના દિવસથી ૧૦ દિવસ પહેલા બુકિંગ કરાવી શકાશે. એટલે કે તમે ટિકિટ બુક કરાવશો તેના ૧૯૦ દિવસની અંદર તમારે મુસાફરી શરૂ કરવી પડશે.તાજેતરમાં જ રેલવે મંત્રાલય તરફથી ૨૧ સપ્ટેમ્બરથી ૨૦ જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્લોન ટ્રેનો માટે રિઝર્વેશન ૧૯ સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે.