રેલવેનું જનરલ કોચ માટે બાયોમેટ્રિક ટોકન મશીન લોન્ચ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Biomatrik-1024x683.jpeg)
નવી દિલ્હી, જનરલ કોચમાં મુસાફરી કરવા માટે ઉમટનારી ભીડને જાેતા રેલવેએ બાયોમેટ્રિક ટોકન મશીન લોન્ચ કર્યુ છે. આ મશીનના આવવાથી હવે જનરલ કોચમાં પણ આરક્ષણની સુવિધા હશે. આ પહેલો પ્રયોગ છે. હાલ આ મશીન હજુ માત્ર સાઉથ સેન્ટ્રલ રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર લગાવાઈ છે. મુસાફરને યાત્રા કર્યા પહેલા આ બાયોમેટ્રિક મશીનના માધ્યમથી ટિકિટ લેવી પડશે.
આ માટે આપને પોતાની સફરની જાણકારી આપતા મશીન પર અંગૂઠો લગાવવાનુ હશે. જે બાદ મશીન આપની જાણકારી પ્રાપ્ત કરીને ટોકન જનરેટ કરી દેશે. જેમાં ડબ્બા નંબર અને સીરિયલ નંબર અંકિત હશે. બાયોમેટ્રિક ટોકન સિસ્ટમની મદદથી રેલવે યાત્રા માટે ઉમટવાવાળી ભીડને ઓછુ કરવા ઈચ્છે છે. હવે સામાન્ય ડબ્બામાં તે યાત્રી ચઢી શકશે જેની પાસે ટોકન હશે.
સાથે જ તેમને પોતાની બેઠક અને કોચની જાણકારી આપશે તો ધક્કા-મુક્કીની સ્થિતિમાં પણ અછત આવશે. કોરોના દરમિયાન સ્ટેશનો પર ઉમટવાવાળી ભીડના કારણે ટ્રેનોનુ પરિચાલન બંધ કરી દીધુ હતુ પરંતુ હવે ઓછા થતા કેસની વચ્ચે કેટલાક ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કર્યું. એવામાં કોરોનાની ત્રીજી લહેરનુ જાેખમ ઉભુ થયુ છે.
આ સ્થિતિમાં રેલવેનુ આ પગલુ ભીડને નિયંત્રિત કરીને, કોરોનાના જાેખમને પણ ઓછુ કરી શકે છે. બાયોમેટ્રિક ટોકન મશીનના સહારે રેલવે અપરાધીઓ પર પણ નકેલ કસવામાં આવશે. ટોકન સિસ્ટમ લાગુ થયા બાદ રેલવેની પાસે દરેક યાત્રીની ડિટેલ ઉપલબ્ધ થશે. એવામાં કોઈ પણ અપરાધિક પ્રવૃતિની વ્યક્તિ પકડવા જવાના ભયથી અપરાધ કરવાથી ડરશે.SSS