રેલવેના ચેકીંગ સ્ટાફને મળ્યા POS મશીન, મુસાફરોને રોકડ વ્યવહારથી મુક્તિ મળશે

અમદાવાદ ડિવિઝનનો ચેકિંગ સ્ટાફ ડિજિટલ બન્યો
ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ વધારતા પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ચેકીંગ સ્ટાફને 200 પી.ઓ.એસ મશીનો પૂરા પાડવામાં આવ્યા.
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ અને સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ ત્રિપાઠીએ ચેકીંગ સ્ટાફને આ મશીનો પૂરા પાડ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મંડલના આ ડિજિટલ પગલાથી મુસાફરો ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર રોકડ વ્યવહારથી મુક્તિ મેળવશે અને રેલ્વે સિસ્ટમ પણ કેશલેસ રહેશે.
મુસાફરો રોકડની સાથે આ ડિજિટલ સુવિધાનો લાભ લઈ શકે છે અને તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા યુ.પી.આઇ.પેમેન્ટ મોડ્સ જેવા કે ભીમ એપ, ગૂગલ પે અને ભારત ક્યુઆર દ્વારા પેમેન્ટ કરી શકે છે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ મંડલના આ ડિજિટલ પગલાની પ્રશંસા કરી હતી અને મુસાફરોને અનુરોધ કર્યુ હતું કે ટ્રેનો અને પ્લેટફોર્મ પર રેલ્વે સાથે ટ્રાન્ઝેક્શન કરતી વખતે વધુને વધુ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે.