રેલવેમાં ૧૦ પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની નોકરી

નવી દિલ્હી, રેલવેમાં નોકરી મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલે મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.
આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ ૧૯૬૧ હેઠળ કરવામાં આવી રહી છે. તમામ ઉમેદવારો જે આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે વેબસાઇટ rrccr.com પર જઈને કરી શકે છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ ૨૪૨૨ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસની પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગે છે, તેઓએ RRCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના જાેઈ શકે છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૨ છે. ૧૬ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરનારે બધી જ પ્રોસેસ પુરી કરી દેવી જરુરી છે.
દેશમાં રેલ્વેમાં નોકરી કરનારા અને કરવા ઇચ્છતા લોકોની સંખ્યા વધુ છે. ઉમેદવારોએ NCVT અથવા SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે ૧૦મું પાસ અને રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર મેળવેલું હોવું જાેઇએ.
ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા ૧૫ વર્ષથી વધુ અને ૨૪ વર્ષથી ઓછી હોવી જાેઈએ. અરજીની ફી રુ. ૧૦૦ જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો.SSS