Western Times News

Gujarati News

રેલવે,રક્ષા મંત્રાલય અને BSNLની જમીનથી કેન્દ્ર સરકાર પૈસા કમાવવાની તૈયારીમાં

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર હવે તાકિદે અનેક મોટા મંત્રાલયો અને વિભાગોની ખાલી પડેલી વધારાની જમીનથી પૈસા એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે મળતી માહિતી અનુસાર જે મંત્રાલયો અને વિભાગોની જમીનનો મુદ્રીકરણમાં ઉપયોગ કરવામાં આવનાર છેૅ તેમાં રેલવે ટેલિકમ્યુનિકેશનસ અને રક્ષા મંત્રાલય સામેલ છે.

આજમીનો પર સંસાધનો દ્વારા સરકાર દેશભરમાં નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભી કરવાની યોજની બનાવી રહી છે.

સુત્રોનું કહેવુ છે કે અનેક મંત્રાલયોએ વધારાની જમીનની માહિતી એકત્રિત કર્યા બાદ તેના પર કમર્શિયલ ડેવલપમેંટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની યોજનાને મંજુરી આપી દીધી છે

જેથી સરકાર તેથી સરકારની કમાણી થઇ શકે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં સરકારી સંપત્તિઓના મુદ્રીકરણ પર ભાર આપવામાં આવ્યો હતો જેથી વર્તમાન સંસાધનોનો સારો ઉપયોગ કરી શકાય.

અધિકારીએજણાવ્યું હતું કે રેલવે અને રક્ષા મંત્રાલય પોતાની વધારાની ભૂ સંપત્તિના મુદ્રીકરણની યોજના તૈયાર કરનાર છે આ મંત્રાલયોએ સમીક્ષા કરી છે અને આ બાબતમાં વિસ્તૃત ચર્ચા પણ થઇ છે.

સરકારી કંપનીઓમાં બીએસએનએલ મુદ્રીકરણની યોજનાની સાથે આગળ વધી રહી છે જેથી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં મદદ મળશે, એ યાદ રહે કે રેલવે અને રક્ષા મંત્રાલય દેશમાં સૌથી મોટી સરકારી જમીનના માલિક છે

તાજેતરમાં સરકારી ડેટા અનુસાર રેલવેની પાસે હજુ ૪.૨૭ લાખ હેકટર જમીન પર રેલવે અને સાથી સંસ્થાઓના જ કામોમાં આવી રહીછે જયારે ૦.૫૧ લાખ હેકટર જમીન ખાલી પડી છે.

બીજી તરફ રક્ષા મંત્રાલયની પાસે સૌથી વધુ ૧૭.૯૫ લાખ એકર જમીન પડી છે તેમાં ૧.૬ લાખ એકરનો વિસ્તાર ૬૨ કેંટોનમેંટ જાેનમાં છે જયારે ૧૬.૩૫ લાખ એકર તેની સીમાઓની બહાર છે.

રક્ષામંત્રાલયે પણ ખાલી પડી જમીનના મુદ્રીકરણ માટે સમીક્ષા શરૂ કરી દીધી છે તેને સરકારી કંપનીઓની સાથે ભાગીદારીમાં પુરી કરી શકાય છે.કહેવાય છે કે રેલવે વર્તમાન વર્ષમાં ડેવલપમેંટ પ્રોજેકટ માટે ૧૫ હજાર કરોડ રૂપિયાના ટેંડર જારી કરવાની યોજના પર કામ કરી રહી છે જે ગત વર્ષની સરખામણીમાં પાંચ ગણી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બીએસએનએલે આવી લગભગ એક ડઝન સંપત્તિઓની ઓળખ કરી લીધી છે જેથી પૈસા એકત્રિત કરી શકાય તેમાંથી કેટલાક પર ઇન્ફાસ્ટ્રકચર વિકસિત કરવામાં આવશે

આ પ્રક્રિયા તાકિદે શરૂ થઇ શકે છે અને તેને પુરી થવાાં છ મહીનાનો સમય લાગશે કહેવાય છે કે બીએસએનએલની પાસે ૨૪,૯૮૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે જેની મુદ્રીકરણ માટે ઓળખ કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.