રેલવે અમદાવાદ મંડળ કાર્યાલય ખાતે ‘સીવરજ ટ્રીટમેન્ટ પ્લાંટ’નું ઉદ્ઘાટન

DRM તરુણ જૈન દ્વારા મંડલ કાર્યાલયમાં ‘સીવરજ ટ્રીટમેન્ટ પ્લાંટ’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર “સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત” મિશનને આગળ વધારતા ડીઆરએમ શ્રી તરુણ જૈન દ્વારા કાર્યાલય પરિસરમાં સ્થિત 10 KLD પ્રતિદિન ક્ષમતા વાળા ‘’સીવરજ ટ્રીટમેન્ટ પ્લાંટ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મંડળ રેલ પ્રબંધક શ્રી જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવે પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીને આગળ લઈ જઈને લોકોને સ્વચ્છતાની સાથે પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ “સીવેરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ” દ્વારા મંડળ કાર્યાલયના ખરાબ પાણીને પ્લાન્ટ દ્વારા એકત્રિત કરીને સાફ કરવામાં આવશે.
ત્યારબાદ આ પાણીનો ઉપયોગ બગીચાના વૃક્ષો અને છોડની સિંચાઈ માટે કરવામાં આવશે. આ દ્વારા ગંદા પાણીનો ફરીથી ઉપયોગ કરી શકાશે અને સ્વચ્છ પાણીની બચત કરી શકાશે.
આ પ્રસંગે વરિષ્ઠ પર્યાવરણ અને ગૃહવ્યવસ્થા પ્રબંધક (Sr.EnHM) શ્રી ફેડરિક પેરિયત અને અન્ય વરિષ્ઠ શાખા પ્રબંધક ઉપસ્થિત રહ્યાં હતાં.