રેલવે ક્રોંસિંગ પાસે ૨ વિદ્યાર્થી ટ્રેનની અડફેટે આવી ગઈ
અમદાવાદ: પ્રજાસત્તાક દિને અમદાવાદ પૂર્વમાં મણિનગરમાં થયેલા એક અકસ્માતે બધાને હચમાવી નાખ્યા. અહીં ટ્રેનની એડફેટે એક વિદ્યાર્થીના મોતનો ચકચારી બનાવ બન્યો છે. જ્યારે એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. આ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસથી પાછા ઘરે જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીઓ પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ૬ વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસીસથી ઘરે જઈ રહ્યા હતા. તેઓ મણિનગર રેલવે ક્રોસિંગથી પાટા ક્રોસ કરીને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો. ચાર વિદ્યાર્થીઓ પાટા ઓળંગી ગયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા હતા.
એ દરમિયાન જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ હતી અને આ વિદ્યાર્થીઓને અડફેટે લઈ લીધા હતા. તેમાંથી એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે એકને સારવાર અર્થે ખસેડાયો છે.
કલાસીસમાં અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ગોરધન ટેકરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જવા આ વિદ્યાર્થીઓ રેલેવના પાટા ક્રોસ કરતા હતા ત્યારે તેમાંથી બે વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ બધા વિદ્યાર્થીઓ હાથીજણની આનંદનિકેત સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મણિનગરના આ ફાટકે મોટાભાગે ભાર ભીડ જાેવા મળે છે. તેને પગલે ઘણા લોકો ટ્રેન આવે તે પહેલા પાટા ક્રોસ કરીને જતા રહેવાનું સાહક કરતા જાેવા મળે છે. આ ફાટકે ભીડ વધુ થતી હોવાથી ફાટક ખુલે ત્યારે ઘણી વખતે ચક્કાજામની સ્થિતિ સર્જાય છે.
જેથી ફાટક ખુલે ત્યારે ટ્રાફિકમાં ફસાવું ન પડે તે માટે પણ લોકો ટ્રેન આવે તે પહેલા ફાટક બંધ હોય તો પણ પાટા ક્રોસ કરવાનું સાહસ કરી દેતા હોય છે. તેમાં પણ પગપાળા કે સાઈકલ લઈને જતા લોકો આવું સાહસ અવાર-નવાર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓએ પણ આવું જ જાેખમ લીધું અને કમનસીબે ટ્રેનની અડફેટે આવી ગયા.