Western Times News

Gujarati News

રેલવે ટિકિટોનું મહારેકેટ : એક એજન્ટના 600 ID અને 3000 બેન્ક એકાઉન્ટ, ટેરર ફંડિગની શંકા

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ મંગળવારના રોજ એક ઈ-ટિકિટીંગ રેકેટનો ખુલાસો કર્યો છે. જેના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફ ડીજી અરુણ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, આની પાછળ ટેરર ફંડિંગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડમાં બેંક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ રેકેટનું મુખ્ય મથક દુબઈમાં હોવાનું જાણવા મળ્યું છે.

આરપીએફના ડીજી અરૂણકુમારે ખુલાસો કર્યો છે કે ઇ-ટિકિટના રેકેટમાં પકડાયેલા ગુલામ મુસ્તફાની છેલ્લા 10 દિવસમાં આઈબી, સ્પેશ્યલ બ્યૂરો, ઇડી અને એનઆઈએ તેમજ કર્ણાટક પોલીસ પૂછપરછ કરી ચૂકી છે. આ રેકેટના તાર મની લોન્ડરીંગ અને ટેરર ફંડિગ સાથે જોડાયેલા છે. આરપીએફ ડીજીએ આ અંગે જણાવ્યું છે કે, ઝારખંડના રહેવાસી મુસ્તફાની ધરપકડ થઈ ગઈ છે. તેની પાસે આઈઆરસીટીસીના 563 આઈડી મળ્યા છે. ઉપરાંત શંકા છે કે, એસબીઆઈના 2400 અને સ્થાનિક ગ્રામિણ બેન્કની 600 શાખાઓમાં તેમના ખાતાઓ છે. અરુણ કુમારે જણાવ્યું છે કે, ઈ-ટિકિટીંગ રેકેટમાં સંડોવાયેલા આ શખ્સ સાથે હાલમાં આઈબી, સ્પેશિયલ બ્યૂરો, ઈડી, એનઆઈએ અને કર્ણાટક પોલીસ પુછપરછ કરી રહી છે. રેકેટનો માસ્ટર માઈન્ડ સોફ્ટવેર ડેવલપર હામિદ અશરફ 2019માં ગોંડામાં થયેલ સ્કુલમાં બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો. હાલમાં તે દુબઈમાં છે. આરપીએફના ડીજીએ ખુલાસો કર્યો છે કે કાળા કાળોબારથી હામિદ અશરફ દર મહિને 10થી 15 કરોડ રૂપિયાની કમાણી કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.