રેલવે ટ્રેક પર ચાંપતી નજર રાખવા ટુંકમાં ડ્રોન ગોઠવાશે
નવી દિલ્હી, યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. આ સંદર્ભમાં રાજકીય પરિવહનના સૌથી મોટા સાધન રેલવે દ્વારા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. આ દરખાસ્ત સુરક્ષા પાસાઓ ઉપર સુપરત પણ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર રાખવા માટે પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડની આસપાસના વિસ્તારોમાં પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય રેલવે આ પ્રકારના માનવરહિત ડ્રોનની મદદ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે કરવામાં આવી શકે છે. ટેકનોલોજી ડેલવપમેન્ટ રૂરકી દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તબક્કામાં કામગીરી ચાલી રહી છે. ટ્રેક ઉપર નજર રાખવા માટે પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા ઉત્તરાખંડમાં અમલી કરવામાં આવી રહ્યો છે. રેલ ટેલ કોર્પોરેશન જે રેલવેના એક ભાગ તરીકે છે. આઈઆઈટી રૂરકી દ્વારા રેલવે ટ્રેક ઉપર આ ડ્રોન મારફતે નજર રાખવાની પ્રક્રિયા સફળ રહ્યા બાદ પ્રોજેક્ટના આગામી તબક્કાના ભાગરૂપે આ પ્રકારના સાધનોનો ઉપયોગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ કરવામાં આવનાર છે.
આઈઆઈટી રૂરકીના ફેકલ્ટી મેમ્બર ધર્મેન્દ્રસિંહના કહેવા મુજબ યુએવી આધારિત આ મોનિટર સિસ્ટમ ખર્ચને લઈને પણ અસરકાર રહેશે. સરળતાથી તેનો ઉપયોગ કરી શકાશે. સિસ્ટમના લીધે ડ્રોનનો ઉપયોગ થઈ શકશે. આ ડ્રોન વીડિયોની સાથે સાથે ફોટા પણ પાડી શકશે.