રેલવે બજેટઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ બાદ નવી હાઈસ્પીડ ટ્રેનો દોડશે
નવીદિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં હતા. આ સાથે જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી કરાશે. ત્યારે બજેટમાં રેલવે ક્ષેત્રે ૧૦ મહત્વની જાહેરાત કરી છે.નાણાંમંત્રીએ બજેટમાં રેલવે ક્ષેત્રને લઇને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જલ્દી દોડશે બુલેટ ટ્રેન, દેશમાં નવા ૧૦૦ એરપોર્ટ બનશે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન કરવા માટે સરકાર મોટુ રોકાણ કરશે.
જેના હેઠળ મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજીસ્ટીક સેન્ટર્સ બનાવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓને પોતાના સ્ટાર્ટઅપમાં યુવાઓને જોડવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે, ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ-વેને જલ્દી પુર્ણ કરવામાં આવશે. ૬૦૦૦ કિમી વાળા હાઇવે ને મુદ્રીકરણ કરવામાં આવશે. દેશમાં ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવામાં આવશે. ત્યારે રેલવે ક્ષેત્ર મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ૨૭૦૦૦ કિમીના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યા પણ વધારાવામાં આવશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કામમાં ઝડપ લાવવામાં આવશે.
રેલવેની જાહેરાતો કરતા તેમણે જણાવ્યું હતું કે ૫૫૦ રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા,૨૭ હજાર કિલોમીટરના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરાશે,રેલ્વેની ખાલી જમીનો પર સોલાર પ્લાન્ટ લગાવાશે,૧૫૦ ટ્રેન ચલાવવાનો નિર્ણય મોડેલથી ૪ સ્ટેશનોનો વિકાસ કરાશે,મોટા શહેરોને જોડવા માટે તેજસ જેવી ટ્રેનોની સંખ્યા વધશે,તેજસ ટ્રેનોની સંખ્યામાં વધારી પર્યટન સ્થળોને જોડવામાં આવશે,૧૮,૬૦૦ કરોડના ખર્ચે ૧૪૮ કિમી બેંગલૂરૂ ઉપનગર ટ્રેન સિસ્ટમ બનશે,મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે અને ૧૦. માનવરહિત ફાટકને દૂર કરાશે.