રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવતા નવા ટ્રેકને કારણે વિવાદથી ખેડૂત પાક બચાવવા ખેતરમાં સુઈ ગયા
વસો તાલુકાના રૂણ ગામ ખાતે ખેડૂતોએ વિરોધ કર્યોઃ ખેડૂત પાક બચાવવા ખેતરમાં સુઈ ગયા
સરકારે અન્યાય કર્યો હોવાનું ખેડૂતોનો આક્ષેપ
ગામના ખેડૂતો જણાવી રહ્યા હતા કે આ ગામની સીમમાંથી રેલવેના પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે લાઇન પસાર થનાર છે જે માટે જમીન સંપાદનની કામગીરી ૨૦૦૯થી ચાલી રહી છે ૨૦૦૯માં બે ખેડૂતોને જમીન સંપાદનના જે ભાવ ચૂક્યા હતા તેના કરતાં પણ ઓછા સન ૨૦૨૧માં જમીન સંપાદન થઇ તેના ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે
જે અન્યાય જનક છે ખૂબ જ ઓછા ભાવ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જે બાબતે અમે કોર્ટમાં ગયા હતા કોર્ટે સરકારને ખેડૂતોને સાથે રાખીને કામગીરી કરવા જણાવ્યું હતું છતાં પણ સરકારે એક તરફી કામગીરી કરી છે અને આજે અમારી જમીનનો કબજાે લીધો છે
૧૪ જેટલા ખેડૂતોની ૪૦,વિઘા જેટલી જમીન પર ઊભો પાક હોવા છતાં પણ આ પાક નષ્ટ કરવામાં આવ્યો છે અગાઉથી અમને જાણ પણ કરવામાં આવી નથી અગાઉ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ખેતરોમાં ઘૂસી ગયાનો આરોપ ખેડૂત એ લગાવ્યા છે
(પ્રતિનિધિ) નડિયાદ, કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના નવા ટ્રેક ની કામગીરી હાથ ધરવામાં આવી છે જે માટે ખેડૂતોની જમીન પણ સંપાદન કરવામાં આવી રહી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામના ખેડૂતોની જમીન સંપાદનના મુદ્દે જંત્રી કરતાં ઓછા નાણાં ચૂકવવા નો આક્ષેપ કરી ખેડૂતોએ આ વળતર નો અસ્વીકાર કર્યો છે
અને આજે તંત્ર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવા જતા ખેડૂતો ખેતરમાં સુઈ જઈને ભારે વિરોધ કરતા અધિકારીઓને દોડવું પડ્યું હતું જાેકે પોલીસની હાજરીમાં જેસીબી મશીન તેમજ અન્ય સાધનો કામે લગાડી સરકાર દ્વારા આ જમીન કબજાે કરી નાખતા ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળ્યો છે સરકારે આજે રૂણગામના ૪૦ વિઘા જમીન નો એક તરફી કબજાે લઈ લીધો હોવાનું જાણવા મળી છે
વસો તાલુકાના રૂણગામમાંથી રેલવે તંત્રના પ્રોજેક્ટ અંતર્ગત રેલવેના નવા ટેક એટલે કે રેલ્વે લાઇન પસાર થાય છે આ માટે સરકારે ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરી હતી જાેકે ખેડૂતોએ પોતાની જમીન રેલવે માં આપવાનો ઇનકાર કર્યો હતો કેમ કે તેમને પોતાની જમીનના બજાર કિંમત જેટલા નાણાં મળતા ન હતા
જેથી ખેડૂતોએ રેલવેમાં સંપાદન જતી જમીન અટકાવવા માટે કોર્ટ રાહે કાર્યવાહી પણ હાથ ધરી હતી બીજી બાજુ જમીન સંપાદન અધિકારી ના સંપાદન એવોર્ડ ના આધારે અધિકારીઓ આજે એક તરફી જમીન પર કબજાે લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી
સરકારી અધિકારીઓ જેસીબી મશીન તેમજ અન્ય સાધનો સાથે ગામની સીમમાં પહોંચી ગયા હતા અને ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવવામાં આવતા આની જાણ ખેડૂતોને થતા તેઓ પોતાના ખેતરમાં દોડી જઇ જમીન પર સૂઈ ગયા હતા અને પોતાના પાકને બચાવવા નો પ્રયત્ન કર્યો હતો સરકારની આ કામગીરી અટકાવી હતી જાેકે અધિકારીઓએ પોલીસ બોલાવતા પોલીસે દરમિયાનગીરી કરી આ જમીનનો કબજાે સરકારને આપ્યો છે
જમીન સંપાદન અધિકારીના હુકમથી અમે કામગીરી હાથ ધરી_ અધિકારીઓ
વસો મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમીન સંપાદન અધિકારી ના હુકમ અનુસાર અમોએ આજે કામગીરી હાથ ધરી છે ખેડૂતોને જે સમસ્યા હોય તેમની રજૂઆતો તેમણે કરવી જાેઈએ અમે તો સરકારી અધિકારી હોય ફરજ નિભાવી રહ્યા છીએ