રેલ્વેમાં મુસાફરોની સગવડતા મુદ્દે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, વિશ્વમાં સૌથી લાંબી અને શ્રેષ્ઠ સર્વિસ માટેે જાણીતી રેલ્વેમાં મુસાફરી કરતા લાખો કરોડો મુસાફરોને સતાવતા પ્રશ્નો કે સમસ્યાઓના નિરાકરણ માટે રાજકીય પક્ષોમાંથી રેલ્વેની અલગ અલગ કમિટિઓમાં આગેવાનોનીે નિમણુંક થતી હોય છે. રલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોના પ્રશ્ને આ આગેવાનો રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરતા હોય છ.
તાજેતરમાં જ રાજયસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી નરહરી અમીનની ભલામણથી ડીઆરયુસીસી કમિટિમાં સભ્ય તરીકે ભાજપના અગ્રણી જ્યંતિલાલ પરમારની નિમણુંક કરવામાં આવી છે. પ્રજાકીય પ્રશ્નોને હંમેશા ઉજાગર કરતા જ્યંતિભાઈએ રેલ્વે કમિટી સમક્ષ રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોના પ્રશ્નોની રજુઆત કરી હતી.
આ અંગેે વધુ વિગતો અર્થે જ્યંતિલાલ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન રેલ્વે તરફથી અપાતી સુવિધાઓ જેવી કે ખાવાનું, ગાદી તકીયા ધાબળા સહિતની સુવિધાઓ બંધ થઈ ગઈ હતી.
આ અંગે ડીવીઝનલ રેલ્વે મેનેજર પેસેન્જરની સગવડતાને લઈને રજુઆત રવામાં આવતા ચાર જેટલી ટ્રેનોમાં સુવિધાની શરૂઆત કરી દેવામાં આવી છે. બાકીની ટ્રેનોમાં ૧, જુલાઈથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
એવી હૈયા ધારણા આપી હતી. બીજી તરફ રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં જનરલ કોચમાં જનરલ ટીકીટ મળતી નહોતી. એ પુનઃ ૧ જુલાઈથી શરૂ કરાશે એમ રેલ્વેના ઉચ્ચ અધિકારી ઓએ જણાવ્યુ હતુ.