રેલ્વે કર્મચારીઓના ઝડપી રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

રેલ્વે રાજ્યમંત્રીએ ઉત્તર રેલ્વે કેન્દ્રિય હોસ્પિટલની મુલાકાત લીધી
રેલ્વે રાજ્યમંત્રીએ ઉત્તર રેલ્વે કેન્દ્રિય હોસ્પિટલમાં કોવિડ મેડિકલની તૈયારીઓની સમીક્ષા કરી
મૃતક કર્મચારીઓના પરિવારોના વહેલા પુનર્વાસ પર ભાર મૂકવામાં આવ્યો
રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ દ્વારા નવી દિલ્હી સ્થિત ઉત્તર રેલ્વે કેન્દ્રિય હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર, શ્રી આશુતોષ ગંગલ અને ઉત્તર રેલ્વેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
માનનીય મંત્રીને ઉત્તર રેલ્વેની તબીબી પ્રણાલી અને હોસ્પિટલોમાં ખાસ કરીને રેફરલ હોસ્પિટલ, ઉત્તર રેલ્વે કેન્દ્રિય હોસ્પિટલ, નવી દિલ્હીની COVID-19 ની સારવાર માટેની તૈયારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
માનનીય મંત્રીએ હોસ્પિટલમાં હાજર વિવિધ સ્પેશિયાલિટી વિભાગની જાણકારી લીધી હતી. તેમણે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વાતચીત કરી અને દર્દીઓની સારવાર કરતી વખતે તેમના અનુભવોને ધ્યાનથી સાંભળ્યા. ત્યારબાદ, તેમણે હોસ્પિટલમાં બંધાયેલા મુખ્ય રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી.
હોસ્પિટલના તબીબી નિયામકે જણાવ્યું હતું કે 81૧% સ્ટાફને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રીજીએ સલાહ આપી હતી કે તમામ ઉંમરના કર્મચારીઓ અને તેમના બાળકોને પણ ઝડપથી રસી અપાવવી જોઈએ જેથી માનનીય વડા પ્રધાને શરૂ કરેલ રસીકરણ અભિયાનને સફળ બનાવી શકાય.
ત્યારબાદ, તેમણે હોસ્પિટલમાં તાજેતરમાં સ્થાપિત ઑક્સિજન જનરેશન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ઓક્સિજન પ્લાન્ટ અંગે સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ઉત્તર રેલ્વે મેડિકલ ઓક્સિજનના મામલામાં આત્મનિર્ભરતા તરફ કામ કરી રહી છે. મંત્રીજીએ હોસ્પિટલના લૉનમાં રુદ્રાક્ષ પ્લાન્ટ પણ લગાવ્યો હતો.
મંત્રીજીએ તે રેલવે કર્મચારીઓ વિશે પણ પૂછપરછ કરી, જેમનું કોવિડને કારણે મૃત્યુ થયું હતું. તેમણે રેલવે પ્રશાસનને મૃતકના પરિવારજનોનું વહેલી તકે અસરકારક રીતે પુનર્વાસ કરવા જણાવ્યું હતું.