Western Times News

Gujarati News

ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં

file

નવી દિલ્હી, રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંદ્યી થઈ જશે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સરકારે રેલવેના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રેલવેની મુસાફરી મોંદ્યી થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય રેલવે ભાડામાં વધારા અંગે એક પોલિસી તૈયાર કરી રહી છે આ મહિનાના અંત સુધીમાં તે તૈયાર થઈ જશે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલવે ભાડામાં ૮-૧૦ ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. યાત્રી રેલ ભાડામાં વધારો કરીને સરકાર ક્રોસ સબ્સિડી દ્યટાડવા માગે છે. રેલવે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે જેના અનુસાર, જે રૂટ પર સૌથી વધારે મુસાફરો હશે તે રૂટના ભાડામાં વધારો કરવામાં આવશે. રેલવેનો ઓપરેટિંગ રેશિયો સતત ખરાબ થઈ રહ્યો છે. છેલ્લા ૭ મહિનામાં એટલે કે એપ્રિલ-ઓકટોબર સુધી ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૧૦૮ ટકા રહ્યો છે.

ઓપરેટિંગ રેશયો એટલે ૧ રૂપિયા કમાવવા માટે રેલવે કેટલો નાણાં ખર્ચ કરે છે. જો આ આંકડો ૧૦૦ પાર થઈ જાય તો તેનો અર્થ એ થાય કે રેલવેનો ખર્ચ, રેલવેની કુલ આવક કરતા વધારે છે. જે રેલવે માટે બરાબર નથી. અગાઉ વર્ષ ૨૦૧૪, જૂન મહિનામાં રેલવેના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રી ભાડામાં ૧૪.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જયારે નૂર ૬.૫ ટકા વધારવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.