Western Times News

Gujarati News

રેલ્વે સુપ્રિટેન્ડેન્ટે મહીલા સહકર્મીનો પીછો કરી છેડતી કરતા ચકચાર

અમદાવાદ: મહીલાઓને પરીવારમાં બહાર તથા ઓફીસમાં વારંવાર અપમાન અને અસમાનતા સહન કરવી પડે છે તેનાથી પણ આગળ વધીને તેમની સાથે પોતાના વધીને તેમની સાથે પોતાના નજીકના પરીચીત કે સહકર્મીઓ દ્વારા છેડતીનાં ભોગ પણ બનવુ પડતુ હોય છે સરકાર દ્વારા મહીલાઓનું રક્ષણ કરવા કાયદા બનાવ્યા હોવા છતા સમાજમાં ભટકતા આવા ભુખ્યા વરુઓ તેની એસીતેસી કરીને મહીલાઓને પરેશાન કરવામાં કઈ બાકી નથી રાખતા કેટલીક મહીલાઓ આવા શખ્શો સામે હિમત એકત્ર કરી ફરીયાદ નોંધાવતી હોય છે.

આવો જ એક કિસ્સો શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રકાશ આવ્યો છે રેલ્વેમાં કાર્યરત એક મહીલાને તેનો સહકર્મચારી કેટલાય સમયથી પરેશાન કરતો હતો ઉપરાંત રસ્તામા તેનો પીછો કરતો હતો ગઈકાલે મહીલા પોતાના ભાઈઓ સાથે સંગ્રામ મોલ નજીક ઉભી હતી ત્યારે પણ આ શખ્શ ત્યા પહોચીને ગંદા ઈશારા કરવા લાગ્યો હતો જે અંગે મહીલાએ પોલીસને જાણ કરતા તેણે મહીલાને ધમકીઓ પણ આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે રેલ્વેના ડીઆરએમ વિભાગમાં સુભાષબ્રિજ નજીક મોનાબેન (નામ બદલ્યુ છે) નોકરી કરે છે જ્યા રેલ્વે સુપ્રિટેન્ડે તરીકે હનીફ કરીમખાન પઠાણ (૪૩) રહે ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસ રાંધેજા પણ નોકરી કરે છે.
હનીફ છેલ્લા કેટલાંક સમયથી ૪૨ વર્ષીય મોનાબેનને પરેશાન કરતો હતો ઉપરાંત તેમની સામે ગંદા ઈશારા પણ કરતો હતો જા કે ગભરાયેલા મોનાબેને આ અંગે કોઈને વાત કરી ન હતી જેથી હનીફની હિંમત વધતા તે મોનાબેનની ઉપર સતત નજર રાખતા ઉપરાંત અફિસની બહાર પણણ તેમનો પીછો કરતો હતો.

આ સ્થિતિ  વચ્ચે ગઈકાલે મોનાબેન પોતાના ભાઈ સાથે ગાંધીનગર વિસત હાઈવે ઉ પર આવેલા સંગાથ મોલ નજીક ચેક કોફી બારની સામે કારમાં હતા ત્યારે હનીફ પણ ત્યા આવી પહોચ્યો હતો અને મોનાબેનને ગંદા ઈશારા કરવા લાગ્યો હતો વારવારની છેડતી અને પરેશાનીના કારણે ત્રાસી ગયેલાં મોનાબેને છેવટે તેની સાથે ઝઘડો કર્યો હતો ઉપરાંત પોલીસસને પણ જાણ કરી હતી.

ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોચી ગયેલી પોલીસે હનીફને ઝડપી લીધો હતો જેના કારણે ઉશ્કેરાયેલા હનીફે તેમને યે તુને અચ્છા નહી કિયા મે તુઝે છોડુગા નહી જેવી ધમકી આપી હતી. જેને પગલે ચાંદખેડા પોલીકે હનીફની ધરપકડ કરીને તેની સાસમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.