રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું કોરોનાથી મોત,રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યકત કર્યો
નવીદિલ્હી, કેન્દ્રીય રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું ૬૫ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અંગડી કોરોના વાયરસથી સંક્રમિત હતાં અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અંગડીના નિધન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી તેમના ઘરે પહોંચ્યા હતાં.જયારે સુરેશ અંગડીના નિધન પર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિત વિવિધ હસ્તીઓએ શોક વ્યકત કર્યો છે.
કર્ણાટકના બેલગાવીથી સાંસદ સુરેશ અંગડી ૧૧ સપ્ટેમ્બરે કોરોનાથી સંક્રમિત જણાયા હતાં તેમણે ટ્વીટ કરી ખુદ કોરોના પોઝીટીવ હોવાની માહિતી આપી હતી અંગડીએ લખ્યું હતું કે આજે મારો કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે હું ઠીક છું. ડોકટરોની સલાહ લઇ રહ્યો છું. ગત કેટલાક દિવસોમાંથી મારા સંપર્કમં આવેલા તમામ લોકોને વિનંતી કરૂ છું કે તે પોતાના આરોગ્યનું ધ્યાન રાખે અને કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સાંસદ સુરેશ અંગડીના અસમયે નિધનના સમાચારથી સ્તબ્ધ છું અહીં જન સેવાના ક્ષેત્રની,વિશેષ રૂપે કર્ણાટકના લોકો માટે એક ત્રાસદી હાનિ છે મારી શોક સંવેદના તેમના શોકાકુલ પરિવાર સહકર્મચારીઓ અને અસંખ્ય સહયોગીઓની સાથે છે.
વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યું કે સુરેશ અંગડી એક અસાધારણ કાર્યકર્તા હતાં જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબુત બનાવવા માટે સખ્ત મહેનત કરી તે એક સમર્પિત સાંસદ અને પ્રભાવી મંત્રી હતાં જેની પ્રશંસા થતી હતી. તેમનું નિધન દુખદ છે આ દુખની ઘડીમાં મારા વિચાર તેમના પરિવાર અને દોસ્તીની સાથે છે. ઓમ શાંતિ અંગાડીના નિધન પર કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ પણ ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે.HS