રેશન કાર્ડ પોર્ટેબિલીટી લાગુ કરવાની મુદ્ત વધી શકે છે
નવીદિલ્હી, ખાદ્ય મંત્રાલય એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ પહેલ હેઠળ રાશન કાર્ડ પોર્ટેબિલિટી લાગુ કરવાની મુદ્તને માર્ચ ૨૦૨૧થી આગળ વધારવા પર વિચાર કરી રહી છે. જાહેર વિતરણ પ્રણાલીમાં સુધાર માટે બનેલ એક અધિકાર પ્રાપ્ત સમિતિની બેઠકમાં તેના પર ચર્ચા થઇ. ખાદ્ય સચિવ સુઘાંશુ પાંડેએ બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠક જાહેર વિતરણ પ્રણાલીને એકીકૃત પ્રબંધન સમયસીમાના વિસ્તારની સમીક્ષા અને મંજુરી માટે બોલાવવામાં આવી હતી આ પ્રબંધન પ્રણાલી હેઠળ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાને લાગુ કરવામાં આવશે.
આ પ્રણાલી રાજયોની વચ્ચે રાશન કાર્ડની પોર્ટેબિલીટી માટે પ્રૌદ્યોગિકી સમાધાન ઉપલબ્ધ કરાવશે મંત્રાલયે એક યાદીમાં કહ્યું છે કે આ પ્રબંધન પ્રણાલી હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલા કામને જારી રાખવા અને તેને વધુ મજબુત બનાવવાનું જાેઇ તેને માર્ચ ૨૦૨૧ બાદ લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનુનના લાભાર્થીઓને પોતાના ગૃહ રાજયથી બીજા રાજયમાં પ્રવાસ કરવાની સ્થિતિમાં તેને રાશન કાર્ડથી બીજા રાજયથી ખાદ્યાન્ન પ્રાપ્ત કરવાની સુવિધા ઉપલ્બધ રહેશે.
આ પહેલા જે જીલ્લા રાશન કાર્ડ બનાવતા હતાં તેને તે જીલ્લામાં રાશન મળી શકશે જયારે જાે તમે જીલ્લો બદલી લો તો તેનો લાભ તમને લાભ મળતો નથી તેનાથી ગરીબોને સરળતાથી સસ્તી કીંમત પર અનાજ મળશે એક દેશ એક રાશન કાર્ડ લાગુ થયા બાદ ગરીબી રેખાની નીચે જીવતા લોકો સસ્તી કીંમત પર દેશના કોઇ પણ ખુણેથી રાશન ખરીદી કરશે.HS