રેસિડેન્ટ્સ ડૉક્ટર્સને દર મહિને વધારાના રૂપિયા ૫,૦૦૦નું ખાસ કૉવિડ ભથ્થું અપાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/fack-doctors-1024x576.jpg)
પ્રતિકાત્મક
કોરોનાની કામગીરી કરતા ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
રાજયમા પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમા માનવ સેવાના ઉમદા કાર્ય માં જોડાયેલા ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે સ્ટાઇપેન્ડ ઉપરાંત ૩૦મી જૂન, ૨૦૨૧ સુધી દર મહિને વધારાના રૂપિયા ૫,૦૦૦નું ખાસ કૉવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રાજયની સરકારી તેમજ GMERS મેડીકલ કોલેજમાં ઈન્ટર્નશીપ કરતાં કોવિડના સમયગાળામાં કાર્યરત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. ૧૩,૦૦૦ કર્યું હતું. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા ૧૩,૦૦૦ના સ્ટાઇપેન્ડ ઉપરાંત ૩૦મી જૂન, ૨૦૨૧ સુધી દર મહિને વધારાના રૂપિયા ૫,૦૦૦નું ખાસ કૉવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે.