રેસિડેન્ટ તબીબોની હડતાળ: સતત ૪ દિવસ બાદ પણ માંગ ન સંતોષાતા તબીબો અડગ

અમદાવાદ, અમદાવાદમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોની હડતાળનો આજે ચોથો દિવસ છે. હડતાળ કરી રહેલા તબીબોની માગ ન સંતોષાતા તેઓ કામથી અળગા રહ્યા છે. રેસિડેન્ટ તબિબો પોસ્ટર મુકી વિરોધ કર્યો છે.
આ પોસ્ટરમાં વિવિધ સૂત્રો લખવામાં આવ્યાં છે. તબીબોની એવી માંગ છે કે, નીટ પીજી ૨૦૨૧ ની કાઉન્સિલિંગની પ્રક્રિયા પાછી ઠેલાવવાના કારણે નવા રેસિડેન્ટ તબીબોની ભરતી કરવામાં આવે અને યુ.જી અને પી.જી સુપર સ્પેશ્યલ રેસિડેન્ટ તબીબો માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવામાં આવે.
આ સાથે જ બોન્ડેડ તબીબોની નિમણૂંક તેમની સ્પેશ્યાલિટી અંતર્ગત કરવામાં આવે. રેસિડેન્ટ તબિબો દ્વારા પાડવામાં આવેલી હડતાળમાં બી.જે. મેડિકલ કોલેજ, એનએચએલ અને શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો જાેડાયા છે. આશરે ૧ હજાર રેસિડેન્ટ તબીબો હડતાળ ઉપર જવાથી રૂટિન ઓપીડીને અસર થઈ છે.HS