Western Times News

Gujarati News

રેસિડેન્ટ તબીબો નરમ : ઈમરજન્સી ડ્યુટી શરૂ કરવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હડતાળ બાદ તબીબોનો સૂર બદલાયો છે. હવે તબીબોની હડતાળ મુદ્દે સરકારનું આકરુ વલણ અપનાવતા તબીબો નરમ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. રેસિડેન્ડલ તબીબોની હડતાળને લઈને મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે થયેલી આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બાદ જેડીએએ ર્નિણય લીધો છે હડતાળ પર ગયેલા તબીબો ફરીથી ડ્યૂટીએ લાગી ગયા છે.

એટલું જ નહીં તમામ તબીબો કોવિડ ડ્યુટીમાં અને ઈમરજન્સી સાથેે ઓપીડીમાં ફરજ પર પરત ફરશે જાે કે અન્ય વિભાગ અને ઓપીડી બાબતે હજુ ર્નિણય બાકી હોવાથી તબીબો આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી શકે છે.

રાજ્યમાં હડતાળ કરનારા ડૉક્ટર્સને સરકાર તરફથી નીતિન પટેલ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું કે હડતાળ કરી રહેલા ડોક્ટર્સ સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં, ચાલુ હડતાળ દરમિયાન કોઈ ચર્ચા સરકાર કરશે નહીં જાે હડતાળ સમેટી લેશે તો જ વાતચીતને સ્થાન મળશે. રાજ્ય સરકાર પણ પોતાના આ ર્નિણય પર અડગ છે અને રહેશે. રેસિડેન્ટ ડૉક્ટરોએ ઈન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. ઈન્ટર્નશીપ વગર કોઈ સર્ટિફિકેટ મળી શકશે નહીં, રેસિડેન્ટ ડૉક્ટરો પોતે જ કારકિર્દિને નુકસાન કરી રહ્યા છે તબીબ તરીકે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી ફરજિયાત છે જે વાત ડોકટરો ધ્યાન રાખે અને હડતાળને અહીથી પૂર્ણ કરી દર્દીઓની સેવાના કામે લાગી જાય તેવી ચેતવણી આપી હતી.

એ યાદ રહે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં હતાં. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે. ત્યારે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરૂ વલણ દાખવતાં કહ્યું હતું કે રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્‌ન ગેરવાજબી છે.કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો હતો .

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત જાેવા મળી હતી.તબીબોની હડતાળને લઇ સિવિલના ગાયનેક વિભાગમાં તમામ સર્જરી બંધ હતી. જેને લઇ સ્મિમેર હોસ્પિટલમાં કેસનું ભારણ વધ્યું છે. જ્યારે રાજકોટમાં સતત સાતમાં દિવસે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા વિરોધ કરાયો હતો. સિડેન્ટ ડૉકટર્સે સિવિલ હોસ્પિટલમાં જ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. તો વડોદરામાં રેસિડેન્ટ તબીબોની હડતાળથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.હડતાળને પગલે ૧૫૦ જેટલી સર્જરી અટવાઈ છે.

૪૫૦ તબીબોની જગ્યાએ માત્ર ૪૦ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરજ ઉપર હાજર હોવાથી દર્દીઓની મુશ્કેલી વધી છે. આ તરફ જામનગરમાં પણ તબીબોની હડતાળ જાેવા મળી હતી. તબીબોએ હડતાળ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. એમપી શાહ મેડિકલ કોલેજમાં ટોપી પહેરાવીને તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ માગની સાથે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.