રેસ્ક્યુ ટીમ જે યુવતીને બચાવવા ગઈ હતી તે સેક્સ ડોલ નીકળી

ટોક્યો: જાપાનમાં કોઈએ એક યુવતીને પાણીમાં ડૂબતા જાેઈ તો સમયસૂચકતા દર્શાવતા તરત જ ઇમરજન્સી સર્વિસને ફોન કરી દીધો. પરંતુ જ્યારે યુવતીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી તો તેને જાેઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. મૂળે, તે યુવતી નહોતી પરંતુ સેક્સ ડૉલ હતી. તેને જાપાનમાં ડચ વાઇફ કહેવામાં આવે છે. હાલ, આ ડૉલને પાણીમાં ફેંકનારા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.
જાપાની યૂટ્યૂબર અનાકા સૂકી હકિનો દરિયાકાંઠે શૂટ કરી રહી હતી. આ દરમિયાન તેણે પાણીમાં એક બોડી જેવું કંઈક જાેયું. આ દરમિયાન કોઈએ પોલીસને યુવતી ડૂબવાની જાણ કરી દીધી. જ્યાં સુધીમાં અનાકા કંઈ સમજે તે પહેલા જ ઘટનાસ્થળે પોલીસ, ફાયર ફાઇટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પહોંચી ગયો. પાણીમાં ડૂબતી એ બોડીને જાેઈને એવું લાગી રહ્યું હતું
જાણે કે કોઈ યુવતી છે. પરંતુ જેવી બોડીને બહાર કાઢવામાં આવી તો દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. કારણ કે હકીકતમાં તે એક રબરની સેક્સ ડૉલ હતી. અનાકા સૂકીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, જ્યારે હું મારો ફિશિંગ વીડિયો શૂટ કરી રહી હતી તો મને લાગ્યું કે કોઈ લાશ તણાઈને આવી છે, પરંતુ તે એક ડચ વાઇફ હતી. એવું લાગે છે કે કોઈને ગફલત થઈ ગઈ અને તેણે અધિકારીઓને ફોન કરી દીધો. તેથી પોલીસ, ફાયર ટ્રક અને એમ્યુ દલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સારી બાબત એ છે કે તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી! સોશિયલ મીડિયા પર સેક્સ ડૉલના ઇીજષ્ઠેીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.