રેસ્ક્યૂ પ્રક્રિયાના રુપમાં બની શકે હજારો આતંકીઓ યુએસ એરલિફ્ટ કરાયા હોય: ટ્રમ્પ

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની નીતિઓને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પર શરુઆતથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરી રહ્યા છે. એક વાર ફરી તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બની શકે છે કે રેસ્ક્યૂ પ્રક્રિયાના રુપમાં કાબૂલથી હજારો આતંકીઓ એરલિફ્ટ કરવામાં આવ્યા હોય અને અફઘાનિસ્તાનની બહાર કાઢવામાં આવ્યા હોય. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે બાયડને અફઘાનિસ્તાનને આતંકીઓના હવાલે કરી દીધુ અને નાગરિકોની સામે સેના હટાવીને હજારો અમેરિકનોને મરવા માટે છોડી દીધા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે હવે અમને એવી જાણકારી મળી રહી છે કે અફઘાનિસ્તાનથી જે ૨૬ ૦૦૦ લોકોને કાઢવામાં આવ્યા છે. જેમાંથી ફક્ત ૪ હજાર જ અમેરિકન છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ કે અફઘાનિસ્તાનથી દુનિયાભરના પડોશમાં અને કેટલા હજારો આતંકવાદીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલી ભયંકર નિષ્ફળતા છે. તેની કોઈ તપાસ નથી. તેમણે સવાલ કરતા કહ્યું કે જાે બાયડન અમેરિકામાં હજું કેટલા આતંકવાદી લાવશે? અમે નથી જાણતા.
આ દરમિયાન અફઘાનિસ્તાનમાં યુદ્ધના એક અનુભવી રિપબ્લિકન કોંગ્રેસી માઈક વાલ્ટજે પ્રતિનિધિસભામાં એક પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં તાલિબાનના હુમલાની ગતિ અને પ્રકૃતિ અંગે સૈન્ય અને ગુપ્ત સલાહકારોની સલાહ પર ધ્યાન દેવામાં જાે બાયડનની નિષ્ફળતાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડને વૈશ્વિક મંચ પર સંયુક્ત રાજ્ય અમેરિકાને શર્મસાર કર્યુ છે અમારા આધુનિક ઈતિહાસમાં આ સૌથી ખરાબ વિદેશ નીતિ રહી છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે અમેરિકા દ્વારા વિમાનના માધ્યમથી અફઘાનિસ્તાનથી લોકોને લઈ જવાની કાર્યવાહી ૩૧ ઓગસ્ટ સુધી જ થવી જાેઈએ. અમેરિકા પણ ૩૧ ઓગસ્ટ સુધીમાં પોતાનું રેસ્ક્યૂ ઓપરેશન પુરુ કરવાની ફિરાકમાં છે.HS